News Updates
ENTERTAINMENT

જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ

Spread the love

જસપ્રીત બુમરાહને પાછળ છોડી અશ્વિન ટેસ્ટમાં નંબર 1 બોલર બની ગયો છે. બુમરાહ નવા રેકિંગમાં બીજા સ્થાને નુકસાન થયું છે. પરંતુ આનો ફાયદો અશ્વિનને મળ્યો છે. આઈસીસી રેન્કિંગમાં ટોપ 10માં 3 બોલર ભારતના છે.

ICCએ ટેસ્ટ બોલરની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. આ મામલે તેમણે જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે.

સરળ શબ્દોમાં કહીએ તો રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે. જ્યાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેના સ્થાનને નુકસાન થયું છે. આ નુકસાનનું કારણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં લીધેલો બ્રેક પણ હોય શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહ આરામથી પહેલી સીરિઝમાં રમાયેલી 3 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.

આઈસીસી રેન્કિંગ ટોપ 10 બોલરની લિસ્ટ જોઈએ તો તેમાં ભારતના 3 બોલર છે. અશ્વિન અને બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જે 788 રેટિંગના અંક સાથે 7માં નંબર પર છે. ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ સાથે બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલને પણ ફાયદો થયો છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન 870 રેટિંગ પોઈન્ટની સાથે નંબર 1 બોલર છે. આ સાથે એક સ્થાનની છલાંગ લગાવી છે. જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 10 ઈનિગ્સમાં લીધેલી 26 વિકેટનું પરિણામ છે. અશ્વિન બાદ બોલરની ટેસ્ટ રેન્કિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ભારતનો જસપ્રીત બુમરાહ છે. આ બંન્ને 847 રેટિંગ પોઈન્ટ છે.


Spread the love

Related posts

જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો

Team News Updates

બોલિવુડમાં ડેબ્યૂ કરશે ઉર્ફી જાવેદ ! જાણો કેવું હશે પાત્ર

Team News Updates

Jammu: સચિન તેંડુલકર ઊંધા બેટથી જમ્મુમાં રમ્યા ક્રિકેટ, આટલી Accuracy તમે આજ સુધી નહિ માણી હોય..

Team News Updates