મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ 2024 લોકસભા ચૂંટણીને પૂર્ણ કરવા માટે 2100થી વધારે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે, જે ચૂંટણી પંચની આંખ અને કાનનું કામ કરશે. સાથે જ ભયમુક્ત ચૂંટણી કરાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળની મદદ કરવામાં આવશે.
ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થશે અને 4 જૂને દેશભરમાં પરિણામ જાહેર થશે. ત્યારે 2024 લોકસભા ચૂંટણીમાં નફરતી ભાષણ, ભ્રામક પ્રચાર, ફેક ન્યૂઝ અને મીડિયાના દુરપયોગ પર ચૂંટણી પંચ કડક નજર રાખશે. દેશના દરેક બંદરો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, રોડવેઝ પર કડક દેખરેખ રાખવામાં આવશે. જ્યાં હેલિકોપ્ટર અથવા ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઉતરે છે, ત્યાં પણ તમામ સામાનની અવર-જવર પર તપાસ થશે.
આ સાથે જ ચૂંટણી પંચે આચારસંહિતાના ઉલ્લંઘનને રોકવા માટે Cvigil એપ્લિકેશનમાં પણ મોટા ફેરફાર કર્યા છે, જેના દ્વારા તમે આચારસંહિતા ઉલ્લંઘનની લાઈવ ફરિયાદ કરી શકો છો.
મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ 2024 લોકસભા ચૂંટણીને પૂર્ણ કરવા માટે 2100થી વધારે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે, જે ચૂંટણી પંચની આંખ અને કાનનું કામ કરશે. સાથે જ ભયમુક્ત ચૂંટણી કરાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળની મદદ કરવામાં આવશે.
મતદાન મથક પર મળશે આ સુવિધાઓ
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાલયથી દરિયા સુધી અને રણ વિસ્તારથી વરસાદવાળા પૂર્વોત્તર સુધીના બૂથો પર એક સરખી સુવિધા હશે. તેમને કહ્યું કે જો બૂથ પર વૃદ્ધો અને દિવ્યાંગ આવશે તો તેને પંચના સ્વયંસેવકો તેમને સહયોગ કરશે. કેવાયસી, વોટર હેલ્પ લાઈનથી બૂથ, ઉમેદવારોની જાણકારી મળશે.
ચૂંટણી પંચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે લોકસભા ચૂંટણીને લઈ ખાસ વ્યવસ્થા કરી છે. પંચે 85 વર્ષની ઉંમરના મતદાતાઓ અને દિવ્યાંગો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા આપી છે. તેના માટે પંચ આ મતદાતાઓના ઘરે જઈને મત લેશે. તેના માટે નોમિનેશન પહેલા દેશભરમાં એવા મતદાતાઓને ફોર્મ 12 મત માટે મોકલવામાં આવશે.
ચૂંટણી પંચ મુજબ 85 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓની સંખ્યા 82 લાખ છે, જ્યારે 88.4 લાખ દિવ્યાંગ મતદાતા છે. આ તમામ લોકો સરળતાથી કોઈ મુશ્કેલી વગર પોતાના મતનો ઉપયોગ કરી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લે અને તેના માટે ચૂંટણી પંચે તેમના ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા કરી છે.