News Updates
ENTERTAINMENT

ઈજાના કારણે ડેવોન કોનવે  IPL 2024માંથી બહાર:લખનઉ સામેની ટીમની આગામી મેચ ,ઇંગ્લેન્ડનો રિચાર્ડ ગ્લીસન CSKમાં સ્થાને જોડાયો

Spread the love

ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ કોનવેના સ્થાને ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કર્યો છે. કોનવે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી.

અંગૂઠાની ઈજાને કારણે કોનવે IPL 2024ના પહેલા ભાગમાં અનુપલબ્ધ હતો. ગયા મહિને તેના અંગૂઠા પર સર્જરી કરવામાં આવી હતી અને ત્યારથી તે રમતના મેદાનથી દૂર છે.

CSKની આગામી મેચ આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાશે. CSK આ સિઝનમાં 6માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.


કોનવે ગયા વર્ષે ગુજરાત સામેની ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. CSKએ આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. IPL 2023માં તેણે 16 મેચમાં 672 રન બનાવ્યા હતા. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

રાઇટ આર્મ ફાસ્ટ બોલર ગ્લીસને ઇંગ્લેન્ડ માટે 6 T20 ઈન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 3 વિકેટ લેવાનું રહ્યું છે. CSKએ તેને 50 લાખ રૂપિયાની રિઝર્વ પ્રાઇસમાં ટીમમાં સામેલ કર્યો છે.

કોનવેને CSKએ 2022ની મેગા ઓક્શનમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ પર સાઇન કર્યો હતા. લેફ્ટ હેન્ડેડ બેટરે અત્યાર સુધી 23 IPL મેચમાં 46.12ની એવરેજ અને 141.28ની સ્ટ્રાઈક રેટથી 924 રન બનાવ્યા છે.


Spread the love

Related posts

બિશ્નોઈ સમાજની માફી માગો અને મામલો પતાવો,સલમાનને સલાહ ભાજપના પૂર્વ સાંસદની કહ્યું- વ્યક્તિથી ભૂલ થાય

Team News Updates

 Entertainment:છત પરથી કૂદીને કરી આત્મહત્યા મલાઈકા અરોરોના પિતા એ

Team News Updates

226 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, પરિવાર સાથે વિદેશમાં શિફટ થશે બોલિવુડ અભિનેત્રી સોનમ કપુર 

Team News Updates