News Updates
SURAT

SURAT:માથું ઓળી દેવાનું કહેતી હોવાથી દોરીથી ગળુ દબાવી દીધું,અકસ્માતમાં ખપાવવા પ્રયાસ પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ:પિતરાઈ ભાભીએ સગીર નણંદને મોતને ઘાટ ઉતારી

Spread the love

સુરતમાં ગત શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી 8 વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા એક વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે માસિયાઈ ભાઈની પત્નીની ધરપકડ લીધી છે. મૃતક બાળકી તેણીની પાસે જુદી-જુદી ચીજવસ્તુ માંગતી હોવાથી કંટાળી તેની હત્યા કરી હોવાની સામે આવ્યું છે.

ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના ધુલીયા ખાતે રહેતાં અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે. ખેડૂત કિશન મોરેની 8 વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લા એક વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતી માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી હતી. સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી.

ગત શનિવારે સાંજે સાક્ષી સૂતી હતી પરંતુ, મોડી સાંજ થવા આવી છતાં ઊઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી. એ પછી ગભરાયેલા માસિયાઈ ભાઈ ઈન્દ્રજીતે તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી. તબીબી પરીક્ષણમાં સાક્ષીના ગળે ઈજાના નિશાન મળી આવ્યા હતાં.

બાળકીના ગળે ઇજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાથી ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

પૂજાએ ઇન્દ્રજીત સાથે પ્રેમલગ્ન કર્યા છે. પોલીસે માસિયાઈ ભાઈ ઈન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ કરતાં મૃતક સાક્ષી તેણીની પાસે માથું ઓળવાનું કહેતી અને રમકડાં સહિતની જુદી-જુદી ચીજવસ્તુઓ માંગતી હતી. આ સાથે જ સાક્ષી માસીના ઘરે રહેતી હોવાથી પૂજાને ગમતું ન હોવાથી દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

બીજા દિવસે પણ બે-ત્રણ પેઢીના એકાઉન્ટ ફ્રિઝ કરાયા, ગૃહમંત્રીએ ગંભીરતાથી ઘટનાની તપાસની ખાતરી આપી

Team News Updates

SURAT:હત્યા નજીવી બાબતે:ઝઘડો થયો પાણીની પાઇપલાઇન બાબતે ,મારામારી બાદ મામલો ગરમાતા આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

Team News Updates

જિંદગીનો અંત આણનાર 5ને નવજીવન આપતો ગયો:સુરતમાં બ્રિજ પરથી પડતું મૂકનાર 26 વર્ષનો રત્નકલાકાર બ્રેનડેડ, કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી

Team News Updates