આઈપીએલ 2024ના પ્લેઓફ માટે 4 ટીમના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે. આ ટીમ વચ્ચે 21 મેથી પ્લેઓફમેચ રમાશે. આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે.
આઈપીએલ 2024 બાદ ભારતીય ટીમના ખેલાડી ટી20 વર્લ્ડકપ 2024માં રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં રમાશે. ભારતીય ટીમને આ ટૂર્નામેન્ટ માટે 21 મેના રોજ ન્યૂયોર્ક માટે રવાના થવાનું હતુ, પરંતુ પ્લેઓફમાં પહોંચનાર ખેલાડી બીજી બેંચમાં રવાના થવાના હતા.
હવે ટીમ 25 અને 26 મેના રોજ બે બેંચમાં રવાના થશે. 26 મેના રોજ આઈપીએલ ફાઈનલમાં ભાગ લેનાર ખેલાડી બાદમાં રવાના થશે. ત્યારે શરુઆતની બેંચ માટે કેટલાક ખેલાડીઓના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે.
આઈપીએલ 2024ના પ્લેઓફ માટે 4 ટીમ ફાઈનલ થઈ ચુકી છે. આ ટીમના 5 ખેલાડીઓ એવા છે જે પ્લેઓફમાં રમતા જોવા મળશે. જેમાં યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ છે.
આ 5 ખેલાડીઓને છોડી તમામ ખેલાડીઓ આઈપીએલ વચ્ચે ટી20 વર્લ્ડકપ માટે ઉડાન ભરશે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત,શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહનું નામ સામેલ છે.
વર્લ્ડકપની વોર્મઅપ મેચ 27 મેથી 1 જૂન અમેરિકા, ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે રમાશે. વર્લ્ડકપ પહેલા કુલ 16 વોર્મઅપ મેચ રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પણ વોર્મઅપ મેચ રમશે જે 1 જુનના રોજ રમાશે.
ભારતીય ટીમ આ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પાકિસ્તાન, આયરલેન્ડ, અમેરિકા અને કેનેડાની ટીમ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ આયરલેન્ડ વિરુદ્ધ 5 જૂનના રોજ રમશે.