News Updates
GUJARAT

બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થવાની સંભાવના,UGVCLની 3 ટીમો કામે લાગી,10 ગામોમાં 26 વિજપોલ પડી જતાં વીજળી ગુલ

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે ઉકળાટ વચ્ચે પોશીનામાં ગઈકાલે સાંજે વાવઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજપોલ પડી જવાના બનાવો બન્યા હતા, જેને લઈને વીજળી ગુલ થઇ ગઈ હતી.

આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો ધીરે ધીરે ઉંચો જઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે. ત્યારે સાબરકાંઠાના પોશીનામાં શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોતજોતામાં વાવાઝોડું ફુંકાયું હતું. ત્યાર બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો હતો. તો વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. પોશીનાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદને લઈને ઝાડ પડી ગયા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી ગયા હતા. જેથી વીજળી ગુલ થઇ ગઈ હતી.

આ અંગે ખેરોજ UGVCLના DE જશપાલકુમાર ડામોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોશીનામાં ગઈ કાલે વાવઝોડા સાથે વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારમાં વિજપોલ પડી ગયા હતા. જેને લઈને થોડોક સમય વીજળી બંધ થઈ હતી. જે તાત્કાલિક રાત્રિ દરમિયાન રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું હતું અને વીજ પ્રવાહ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રવિવારે સવારથી 10 ગામોમાં કેટલાક વિસ્તારમાં 26 વિજપોલ પડી જવાને લઈને વીજળી બંધ છે. તો ત્રણ ટીમો કામે લાગી ગઈ છે અને બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થઈ જશે.

અજાવાસ, જીનજીનાટ, કાલી કાંકર, આજણી, સાલેરા, દત્રાલ, ગણવા, લખિયા, સોનગઢ, પડાપાટ સહિતના ગામોમાં 26 વિજપોલ પડી ગયા હતા.


Spread the love

Related posts

પાલનપુરમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ:આગ સાતથી વધુ દુકાનોમાં ફેલાતાં નવા માર્કેટયાર્ડમાં અફરાતફરી મચી, શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

Team News Updates

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

Team News Updates

કરો ડાઉનલોડ:JEE Main 2024 Session 2 એડમિટ કાર્ડ થયું જાહેરકરો ડાઉનલોડ

Team News Updates