News Updates
ENTERTAINMENT

તૂટી ગયો સંબંધ  7 વર્ષ બાદ આ કારણથી, મલાઈકા-અર્જુનનું બ્રેકઅપ થયું કન્ફર્મ ! 

Spread the love

લાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, બંને ઘણીવાર તેમની ઉંમરના તફાવતને કારણે ટ્રોલ થયા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક સમયે ખૂબ જ સીરિયસ સંબંધમાં હતા. આ કપલએ વર્ષ 2019 માં સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નહોતા.

જો કે થોડા સમય પહેલા આ કપલનું બ્રેકઅપ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતા . પરંતુ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ બ્રેકઅપ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ એક રિપોર્ટ અનુસાર હવે બંને અલગ થઈ ગયા હોવાનું કન્ફર્મ થયું છે.

પિંકવિલાના અહેવાલ મુજબ, એક સૂત્રએ માહિતી આપી છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. રિપોર્ટ અનુસાર, સૂત્રએ કહ્યું, “મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો અને તે બંને એકબીજાના દિલમાં ખાસ જગ્યા ધરાવે છે. તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે આદરપૂર્વક મૌન જાળવશે.

 “તેઓ વચ્ચે લાંબા, પ્રેમાળ, ફળદાયી સંબંધ હતા જે કમનસીબે હવે સમાપ્ત થઈ ગયો છે, તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ મનમોટાવ છે. તેઓ એકબીજાનો ખૂબ આદર કરે છે અને એકબીજા માટે પિલર ઓફ સ્ટ્રેન્થ રહ્યા છે.

વર્ષોથી તેઓએ તેમના સંબંધોને ઘણું સન્માન આપ્યું છે. અલગ થવાનો નિર્ણય લેવા છતાં તેઓ એકબીજાને સમાન સન્માન આપતા રહેશે. બંને વર્ષોથી સિરીયસ રીલેશનશીપમાં હતા અને હવે તેઓ આશા રાખે છે કે લોકો આ ઈમોશનલી સ્પેસ આપે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રિનિંગ વખતે પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે પરંતુ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમનું બ્રેકઅપ ફેન્સ માટે મોટો આંચકો છે.


Spread the love

Related posts

બોયફ્રેન્ડ સાથે જોવા મળી સ્મૃતિ મંધાના, જાણો કોણ છે પલાશ મુછલ

Team News Updates

Hazel Green રંગની આંખોવાળો જેમ્સ એન્ડર્સન છે ફેમિલી પર્સન, જાણો તેની રસપ્રદ વાતો

Team News Updates

હોકી…મહિલા ટીમે ટ્રાઇ સિરીઝમાં ગોલ્ડ જીત્યો:યજમાન સ્પેનને 3-0થી હરાવ્યું; પ્રો-લીગમાં મેન્સ ટીમને બ્રોન્ઝ મેડલ

Team News Updates