ગોધરા નજીક દેવ તલાવડી પાસે આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને પ્લાસ્ટિકના ગોડાઉન આગ ઝડપથી ફેલાતા ભયાનક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને પગલે ગોધરાના ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી બૂઝાવવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારે પવનને કારણે આગ બેકાબૂ બની હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલા દેવ તલાવડી પાસે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી અને પ્લાસ્ટિકના વેસ્ટ ભંગારમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આગના બનાવને લઈને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કારણ કે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેને કાબૂ કરવા માટે ગોધરાની ફાયર બ્રિગેડની ટીમે સતત સાડા ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ આગ કાબૂમાં આવી હતી.
ગોધરા શહેરના દેવ તલાવડી પાસે વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ ડીપીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગ્યું હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે. પરંતુ આગના બનાવમાં કેટલું નુકસાન થવા પામ્યું છે, તે હજુ સુધી અકબંધ રહ્યું છે. ઘટનાને લઈને ફાયારની ટીમ સાથે સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10:45 વાગે ગોધરા શહેરના દેવ તલાવડી ખાતે વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેને કાબુ કરવા માટે ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર,ક્રિષ્ના સોલંકી, મુકેશ ચાવડા,વદનજી ઠાકોર, ભાવેશ ઠાકોર, દિનેશ ભાભોર ભરત ગઢવી, સતીશ ડાંગી, તેમજ ટ્રેનિંગ લઈ રહેલા ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર સતત સાડા ત્રણ કલાક સુધી એકધારો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકો સહિત પ્લાસ્ટિકના ગોડાઉનના માલિકે હાશકારો અનુભવ્યો હતો.