કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે. સવારથી બપોર સુધીના 6 કલાક દરમિયાન રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે. સવારથી બપોર સુધીના 6 કલાક દરમિયાન રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લાના નખત્રાણામાં 3.9 ઈંચ વરસાદ નોંધાયો છે. લખપત અને ખેરગામમાં અઢી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ડાંગ અને આહવામાં પણ બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો છે.