News Updates
INTERNATIONAL

 ભારતનો એક જ ખેલાડી ભાગ લેશે,  પેરિસ ઓલિમ્પિકની આ 5 રમતોમાં

Spread the love

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 100થી વધુ એથલિટ ભાગ લઈ રહ્યા છે. જેમાં એક માત્ર શૂટિંગમાં જ એથલિટની સંખ્યા 21 છે પરંતુ કેટલીક રમત એવી છે, જેમાં માત્ર એક જ ખેલાડી ભારત તરફથી રમતો જોવા મળશે એટલું જ નહિ તેની પાસે મેડલની પણ આશા છે.

26 જૂલાઈથી પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની છે. આ ઈવેન્ટ પહેલા જ શરુ થઈ જશે. જેમાં ફુટબોલ, આર્ચરી જેવી રમત જોવા મળશે પરંતુ આજે અમે એ 5 રમત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક માત્ર ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. સરળ શબ્દોમાં કહીએ તો એક ખેલાડી બધા પર ભારે પડશે.

પહેલી એવી રમત છે વેટલિફ્ટિંગ, જેમાં ભાગ લેનારી મીરાબાઈ ચાની ભારતની એક માત્ર વેઈટલિફ્ટર છે. જે મહિલાની 49 કિગ્રાની કેટેગરીમાં ભાગ લેશે. આ સિવાય પુરુષ કે મહિલાની કોઈ કેટેગરીમાં ભારતની બીજી કોઈ ખેલાડી વેટલિફ્ટર પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શક્યા ન હતા. મીરાબાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરિસ 2024માં તેની પાસે ગોલ્ડ મેડલની આશા છે.

તુલિકા માન બીજી ભારતીય ખેલાડી છે. જે પોતાની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એક માત્ર ખેલાડી છે. જે જુડોમાં મહિલાની 78 રિલો ભાર વર્ગમાં ઉતરશે. તુલિકાની પાસે મેડલ જીતી હિન્દુસ્તાનનું માન વધારવાની પુરી તાકાત છે.

કુશ્તીની રમતમાં ભલે અનેક પહેલાવાન ઉતરી રહ્યા હોય પરંતુ તેમાં વધારે મહિલાઓ છે. પુરુષના વર્ગમાં માત્ર અમન સેહરાવત જ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશા છે. વર્લ્ડ નંબર 6 હરિયાણાનો 20 વર્ષનો આ પહેલાવાન ગોલ્ડ મેડલ જીતવાનો પુરેપુરો દાવેદાર છે.

રોઈંગની રમતમાં બલરાજ પંવર એકમાત્ર ભારતીય હશે. જે સિંગલ ઈવેન્ટમાં જોવા મળશે. આ પુરુષોની સિંગર સ્કલ્સ ઈવેન્ટમાં ભારત માટે મેડલની આશા છે.

અનુસ અગ્રવાલા પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા જનાર એકમાત્ર ઘોડેસવાર હશે. ઘોડેસવારી ભલે ભારતમાં એટલી લોકપ્રિય રમત ન હોય પરંતુ તે 140 કરોડ ભારતીયોની આશા બની ગઈ છે.


Spread the love

Related posts

1300 કરોડના ખર્ચે બની રહેલી ઇમારત તબાહ,અમેરિકામાં ભીષણ આગના લીધે ભારે નુકસાન

Team News Updates

ગાઝામાં હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી, અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં રજૂ કર્યા 6 પુરાવા

Team News Updates

પાવર પ્લાન્ટ ખરીદવા કવાયત:ભદ્રેશ્વરનો ફડચામાં ગયેલો પાવર પ્લાન્ટ ખરીદવા અદાણી – રિલાયન્સ રેસમાં

Team News Updates