News Updates
NATIONAL

કાર ચલાવી 100ની સ્પીડે  એક સગીરે,માતા- પુત્રીને ઉડાવી:માતાનું મોત, પુત્રી ગંભીર; કાનપુરમાં સ્કૂલ બંક કરીને સગીર તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યો હતો

Spread the love

કાનપુરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રીને ટક્કર મારી હતી. કીપ સગીર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. પુત્રી ગંભીર રીતે ઘાયલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સગીર સ્કૂલ બંક કરીને તેની ગર્લફ્રેન્ડને તેના પિતાની કારમાં ફરવા લઈ જતો હતો.

કારમાં ચાર વિદ્યાર્થીઓ સવાર હતા. તેમાં 2 છોકરીઓ હતી. સગીર 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે સ્કૂટી પર સવાર માતા- પુત્રી કારની સામે આવી ગયા. પુરપાટ ઝડપે હંકારી રહેલ કારને સગીર કાબુમાં ન કરી શક્યો અને સ્કૂટીને ટક્કર મારી હતી. હાલ પોલીસે સગીરની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરી રહી છે.

કેશવ નગર, બાંકે બિહારી એન્ક્લેવ MIG ડબલ્યુ બ્લોકમાં રહેતા અનુપ મિશ્રાએ જણાવ્યું – 2 ઓગસ્ટના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે તેમની પત્ની ભાવના અને પુત્રી મેધાવી સ્કૂટી પર માર્કેટ જઈ રહ્યા હતા, ત્યારે સાકેત નગરમાં એક પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે સ્કૂટીને ટક્કર મારી હતી. જેમાં પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પત્નીનું હોસ્પિટલમાં મોત થયું હતું. પુત્રીના હાથ, પગ અને થાપાના ભાગે ફ્રેક્ટર થયું છે.

ACP બાબુપુરવા અમરનાથ યાદવે કહ્યું- કાર ચલાવનાર સગીર કિદવાઈ નગરની મધર ટેરેસા સ્કૂલનો વિદ્યાર્થી છે. તેની સાથે તેનો મિત્ર અને બે સગીર વિદ્યાર્થીનિઓ પણ ફરવા નીકળી હતી. ચારેય વિદ્યાર્થીઓ શુક્રવારે સ્કૂલ બંક કરીને ફરવા નીકળ્યા હતા.

તેઓ સાકેત નગર રોડ પર 100 કિમી/કલાકથી વધુની ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. અકસ્માત દરમિયાન કારમાં મુસાફરી કરી રહેલા ચારેય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. લોકોએ ચારેયને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. કાર ચલાવનાર સગીર સેન વેસ્ટ પારા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.

કિદવાઈ નગર એસઓએ જણાવ્યું- મૃતકના પતિ અનુપ મિશ્રાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સગીર પર દોષિત હત્યા, બેફામ ડ્રાઇવિંગ દ્વારા અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવા અને સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની અનેક કલમો લગાવવામાં આવી છે. કારચાલક સગીરની અટકાયત કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. તેના પરિવારજનોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


Spread the love

Related posts

અજમેરમાં વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 5 જિલ્લામાં પૂર; કોટા, બારાં-સવાઈ માધોપુરમાં રેડ એલર્ટ

Team News Updates

તિરુપતિ મંદિરમાં  VIP ક્વોટા પણ થશે બંધ,લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન

Team News Updates

રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટ પહોંચ્યા, માનહાનિના કેસમાં મળ્યા જામીન

Team News Updates