News Updates
RAJKOT

RAJKOT:અધિકારીઓને આદેશ એક સપ્તાહમાં તમામ સમસ્યા ઉકેલવા,રાજકોટ મનપા કચેરીએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં અધ્યક્ષસ્થાને બેઠક

Spread the love

રાજકોટમાં જન્માષ્ટમી દરમિયાન ભારે વરસાદ પડતા શહેરમાં પાણીના ભરાવા, નિકાલ કરવા, ડ્રેનેજ લાઇન ઓવરફલો, રોગચાળાની સ્થિતિ, ખાડા, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યા ઉભી થઇ છે. આ તમામ સેવાઓ અને કામગીરી એક સપ્તાહમાં પૂર્વવત થાય અને ખાડા બુરાય તે માટે આજે મનપા કચેરીએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં અધ્યક્ષસ્થાને બેઠક, એક સપ્તાહમાં તમામ સમસ્યા ઉકેલવા અધિકારીઓને આદેશ અપાયા હતા. જેમાં ખાડા બુરવા માટે માઇક્રો કોંક્રીટ પધ્ધતિથી પેચવર્ક કરવા સહિતની સૂચનાઓ શાસકોએ આપી છે. આજે પ્રથમ વખત લોકોની ફરિયાદો, રજૂઆતો અંગે ચારે વિધાનસભા મત વિસ્તારવાઇઝ ડે. કમિશનર, સિટી ઇજનેરોની હાજરીમાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તાત્કાલીક એક પછી એક સમસ્યા ઉકેલવા માટે આદેશો આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારની ભારે વરસાદની પરિર્સ્થિતિ અંગે વખતો વખતની સૂચના મુજબ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ ખડેપગે રહી કામગીરી કરી છે. શહેરીજનો દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની ફરિયાદોનો નિકાલ કરી રહી છે. તો પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો પરત્વે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સમીક્ષા માટે આજે મનપામાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા વોર્ડના કોર્પોરેટરો, ડે. કમિશનર, સિટી એન્જિનિયરો, પર્યાવરણ ઇજનેર, વોર્ડ એન્જીનીયરો, ના. પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારી, ડાયરેક્ટર પાર્કસ ગાર્ડન, ફાયર ઓફિસર, વોર્ડના અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર, આજે વિધાનસભા-68 (વોર્ડ નં.4, 5, 6, 15, 16), વિધાનસભા-70 (વોર્ડ નં. 7,13,14,17)ની મિટિંગ થઇ હતી. મિટિંગમાં ગંદા પાણી વહેવા અંગેની ફરિયાદોને તાત્કાલિક નિકાલ કરાવવો, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગિંગ કરવા, આરોગ્ય કેન્દ્ર, કોલ સેન્ટરમાં, કંટ્રોલ રૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ પૈકી હાલમાં, પેન્ડિંગ રહેલ ફરિયાદો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં પડેલ ખાડામાં નવીન પદ્ધતિ માઈક્રો કોંક્રિટથી કરવા સૂચના અપાઇ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્ટ્રીટ લાઈટ સબંધી ફરિયાદો અંગે પીજીવીસીએલ સાથે સંકલન, પાણી વિતરણની સમીક્ષા, સ્ક્રીન ચેમ્બર સફાઈ, ન્યુસન્સ પોઈન્ટની સફાઈ, વોકળા સફાઈ, વોર્ડ વાઈઝ આરોગ્યલક્ષી કેમ્પ યોજવા, વિસ્તારમાં સર્વેલન્સ કરી દવા વિતરણ કરવા, લોહીના નમુના લેવા, ઓ.આર.એસ.પેકેટનું વિતરણ, અલગ-અલગ શાખાની કામગીરી વચ્ચે સંકલન કરવા, વિસ્તારમાં ઇન્ડોર તથા આઉટડોર ફોગિંગ કામગીરી, પાણીના નમુના લેવા, ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત લોક દરબારમાં પેન્ડિંગ રહેલ રજૂઆતો, ફરિયાદો, પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા, આ તમામ કામગીરીનું વખતો વખત રિપોર્ટિગ, તેમજ આ કામગીરી દિવસ-8માં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર હોય ત્યાં સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને નાગરિકોને કોઈ હાલાકી ન રહે એવી વ્યવસ્થા માટે કાર્યરત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ બાદ હાલની સ્થિતિ અંગે પ્રથમવાર વિધાનસભા વાઇઝ સમિક્ષા કરી છે. ડે.કમિશનર, સિટી ઇજનેરોની હાજરીમાં જ પ્રશ્નોના તત્કાલ નિકાલ માટે સૂચના આપવામાં આવી છે. એક સપ્તાહમાં પ્રશ્નોના નિકાલ કરવા તંત્રને તાકીદ કરાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.


Spread the love

Related posts

જસદણ ખાતે મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા યોજાઇ

Team News Updates

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Team News Updates

RAJKOT:16 વર્ષીય છાત્રાને ફોસલાવી ગેરેજ સંચાલકે હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

Team News Updates