જમીનના ધંધામાં ખૂબ જ નફો છે તેમ કહીને એક વ્યક્તિને 2.60 કરોડ રૂપિયા લઈને પરત ના કરનાર વ્યક્તિ સામે અમદાવાદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે વાત એવી હતી કે, પોતાનો વેપાર બંધ કરીને આવેલા રૂપિયા તેમના એક પરિચિતે જમીનમાં મોટું રોકાણ કરવાથી ખૂબ ફાયદો થશે તેવું જણાવીને રૂપિયા લીધા હતા અને તેની સામે ચેક આપ્યા હતા. પરંતુ આ સમગ્ર મામલે રૂપિયા પરત ન થતા આખરે વેપારીએ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે , અરવિંદરસિંહ સુરન્દરસિંહ સાહોના (ઉં.વ. 58) ઓટો મોબાઇલનો વેપાર કરે છે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકિકત લખાવુંં છું .હું હાઈવે ઉપર ઝુંડાલ સર્કલ પાસે શો-રૂમ ઓફિસ ધરાવી કામ કરતા હતા. અમોએ અમારી તબિયત બરાબર રહેતી ના હોવાથી ધંધો બંધ કરી વેચાણ કરી દીધો હતો. અને હાલમાં કોઈ કામ કરતો નથી.
મારા ગાઢ મિત્ર અરૂણ જગદીશ પ્રસાદ ગૌતમ (રહે.-એ 150, સ્વાગત બંગ્લોઝ, ન્યુ સી.જી. રોડ ચાંદખેડા ) અમારી પાસે આવ્યા હતા અને હૈદરાબાદ ખાતે રૂપિયા 500 કરોડની જમીન રાખેલ હોવાનુ જણાવ્યુ હતું. આ જમીન હૈદરાબાદ ખાતેના ગૌતમ નાગેશ્વર રાવ સાથે કરેલ જમીનના એમઓયુ બતાવેલ. જેમાં મારા મિત્ર અનીલ જયકિશન શ્રીવાસ્તવે સાક્ષી તરીકે સહી કરી હતી. જે જણાવી આ બંને જણાએ જમીનનો દરસ્તાવેજ તથા સ્ટેમ્પ ડ્યૂટી તથા સરકારી ફી અંગેના તેમજ અન્ય ખર્ચ કરવા સારૂ વ્હાઈટ પૈસાની ખૂબ જ જરૂર છે અને તમારે વેપાર-ધંધો વૈચાણ કરેલ છે જેના પૈસા આવેલ છે. તેમાંથી રૂ.2,60,00,000 આપવા જણાવેલ અને આ જમીનમાં ખૂબ જ નફો છે. તમે નાણા આપશો તો રૂ.50,00000 તથા તમારી મૂડી તમો અમને પૈસા આપો તે તારીખથી છ-સાત મહિનામાં પરત આપીશું તેમ જણાવી પાકો ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. જેથી અમોએ તેમને મારા આઇસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટના ચેક દ્વારા રૂ.2,60,00,000 અરૂણ ગૌતમને આપેલ હતા અને મારા આપેલ પૈસાની સિક્યોરિટી પેટે બેંક ઓફ બરોડા, ચાંદખેડા શાખાનો ચેક 2,60,00,000નો આપ્યો હતો . તેમજ અમારા બંને વચ્ચે કરાર થયેલ. જેમાં મારા મિત્ર અનિલ શ્રીવાસ્તવે સાક્ષીમાં સહી કરેલ હતી. તેમજ પ્રોફિટ (નફા)ના પૈસા રૂ.50,00000 પેટે બેંક ઓફ બરોડા, ચાંદખેડા શાખાનો 3.50,00000નો આપેલ હતો.
બાદમાં આ અરૂણભાઈએ આપેલ ચેકની તારીખ નજીક આવતા મેં ચેક ભરવા બાબતે અરૂણભાઈને વાત કરતા તેને જણાવેલ કે, હૈદરાબાદ ખાતેની જમીનના પૂરા પૈસા હજુ આવેલ નથી. અમુક બાકી છે અને અંદાજ કરતા વધુ પ્રોફિટ થનાર છે. જેથી હું પ્રોફિટમાં બીજા વધુ રૂ.50,20000 આપીશ તેમ જણાવેલ હતું અને તમે તમારી મૂડી અંગે મેં તમોને આપેલ ચેક કેન્સલ ગણી લઈ તેના બદલે બીજો ચેક આપેલ. તેમજ પ્રોફિટનો ચેક કેન્સલ ગણી બીજા બે અલગ અલગ ચેક રૂ.50,00000 આપેલ હતા. આરીતના કુલ 3 ચેક આપેલ હતા. બાદમાં અમો મુદ્દત પૂરી થતા અવારનવાર પૂછતા તેઓએ અમોને ત્રણેય ચેક બેંકમાં ભરવા જણાવ્યું હતું. જે ચેકો અમોએ બેંકમાં ભરતા રિટર્ન થયેલ બાદમાં પણ તેઓ વાયદા કરતા હતા. દરમિયાન અમોએ ચેક રિટર્ન બાબતે ફરિયાદ કરી હતી અને તપાસ કરતા હૈદરાબાદ ખાતે આવી કોઈ જમીનનો સોદો થયેલ નથી કે જમીન રાખેલ નથી.
અરૂણ જગદીશ પ્રસાદ ગૌતમ, અનિલ જયકિશન શ્રીવાસ્તવેે ભેગા મળીને અમારી પાસે બલવિંદર ઓટો મોબાઇલ વેપાર-ધંધાનુ વેચાણ કરીને આવેલ મોટી રકમ અમારી પાસેથી છેતરપિંડી કરીને મેળવી હૈદરાબાદ ખાતે જમીન રાખેલ છે તેમ કહી અમારી પાસેથી રૂ.2,60,00,000 મેળવી વધુ નફો મળશે તેમ વિશ્વાસ અને ભરોસો આપી અમારી મૂડી કે નફો અમોને નહીં આપી તે બદલ ચેકો આપી જે ચેકો બેંકમાં ભરતા રિટર્ન થયેલ હોય અમારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.