News Updates
GUJARAT

GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Spread the love

ગુજરાતમાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ વાતાવરણ મોટે ભાગે શુષ્ક રહેવાની શક્યતાઓ છે, પરંતુ હજુ પણ આગામી 72 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે, તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે છૂટા છવાયા હળવા વરસાદની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા હજુ સુધી ચોમાસાની વિદાય અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કારણ કે, આ વર્ષે લા નીનાની અસરને પગલે ચોમાસુ લંબાઈ શકે છે.

હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાતો પણ વાતાવરણ વિશે આગાહી કરતા હોય છે, ત્યારે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હજુ પણ વરસાદનો એક રાઉન્ડ આવશે તેની આગાહી વ્યક્ત કરી છે. જેમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તા દરમિયાન 25 સપ્ટેમ્બર બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. ત્યાર બાદ ચોમાસુ વિદાય લેશે. નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં રાજ્યભરમાં છુટો છવાયો વરસાદ, બીજા અને ત્રીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓ શુષ્ક રહ્યા હતા, ક્યારેક કેટલાક સ્થળ ઉપર હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. એટલે કે, સતત 15 દિવસથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો નથી, પરંતુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે, છેલ્લા સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ભજનો 70 ટકા ભાગ રહેવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદનો છેલ્લો રાઉન્ડ થશે ત્યાર બાદ બીજી ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે. હાલમાં બંગાળની ખાડી તરફ સર્ક્યુલેશન સક્રિય છે. જે ડિપ્રેશનમાં ફેરવાયને તેની અસર ગુજરાત પર થઈ શકે છે, તેથી રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

સપ્ટેમ્બર મહિનાના બીજા અને ત્રીજા સપ્તાહમાં રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કોરો રહ્યો હતો. કારણ કે પાકિસ્તાન તરફ એક એન્ટિફાયલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું. જેને કારણે ગુજરાત પરનો વરસાદી ભેજ તેમાં ખેંચાઈ ગયો હતો જેથી વાતાવરણ વરસાદી રહ્યું ન હતું. આ ઉપરાંત વરસાદી વાદળો પણ 750 HPA લેવલ પર હોવા જોઈએ તે ન હોવાથી વરસાદ વરસ્યો ન હતો. પરંતુ સપ્ટેમ્બર માસના છેલ્લા સપ્તા દરમિયાન વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને કારણે હજુ એક વર્ષ સુધી રાઉન્ડની શક્યતાઓ છે.


Spread the love

Related posts

ગાડીના કચ્ચરઘાણ વળી ગયા!:કડીમાં ફોર્ચ્યુનર ગાડી આગળ જઈ રહેલા ટ્રેલરને અડી જતા પલટી ખાઈ ગઈ; અકસ્માતમાં ઘટનાસ્થળે કાર સાવર એકનું મોત

Team News Updates

પત્નીના અફેરથી કંટાળી પતિનો આપઘાત:GRD તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસકર્મી સાથે સંબંધ બાંધ્યો; પતિ સામે જ પ્રેમી સાથે વાત કરતી

Team News Updates

લો કરલો બાત!! GUJARATમાં આ જગ્યાએ હવે દારૂની છુટ..

Team News Updates