News Updates
ENTERTAINMENT

Award:દાદા સાહેબ ફાળકે એવોર્ડ મિથુન ચક્રવર્તીને મળશે:કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત, અભિનેતાએ પહેલી ફિલ્મમાં જ જીત્યો હતો નેશનલ એવોર્ડ

Spread the love

મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી. તેણે લખ્યું- દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 8 ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથને વર્ષ 1977માં મૃગયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.

મિથુનને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1993ની ફિલ્મ તાહાદર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે મળ્યો હતો.

મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઈતિહાસના મહાન અભિનેતાઓમાં કરવામાં આવે છે. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુન દા 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ધ કાશ્મીર ફાઇલ્સ હતી.

મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમનો આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યું નથી. 1982ની ફિલ્મ ડિસ્કો ડાન્સર 100 કરોડની કમાણી કરનાર હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ હતી.

વર્ષ 2023માં પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવનાર તે 8મી મહિલા હતી. તેમના પહેલા દેવિકા રાની, રૂબી મેયર્સ, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર, આશા ભોંસલે, આશા પારેખને આ એવોર્ડ મળ્યો છે.


Spread the love

Related posts

‘તુમ ક્યા મિલે’નો BTS વીડિયો રિલીઝ:આલિયા ભટ્ટે માતા બન્યાના ચાર મહિના બાદ ગીત શૂટ કર્યું હતું

Team News Updates

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન

Team News Updates

‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’નું ટીઝર રિલીઝ:અદા શર્મા IPS ઓફિસરના રોલમાં જોવા મળશે, આ ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Team News Updates