News Updates
ENTERTAINMENTNATIONAL

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન

Spread the love

IPL 2023: કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન ફિલ્ડીંગ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને લઈ તે સિઝનમાંથી બહાર થયો હતો અને હવે તેનુ સત્તાવાર એલાન રાહુલે જાતે જ કર્યુ છે.

કેએલ રાહુલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ આઈપીએલ સાથે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચથી પણ બહાર થઈ ચુક્યો છે. તેણે આ અંગે જાતે જ એલાન કરી દીધુ છે કે, હવે તે IPL 2023 અને WTC Final મેચમાં રમાનારો નથી. આગામી મહિને એટલે કે જૂન મહિનાની 7મી તારીખથી ફાઈનલ મેચ રમાનારી છે. જે મેચ લંડનમાં રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઈજાને લઈ રાહુલ હવે હિસ્સો લઈ શકશે નહીં.

ગત 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર કિંગ્સ વચ્ચે મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિમયમમાં રમાઈ હતી. જોકે આ મેચમાં તે ફિલ્ડીંગ દરમિયાન બોલની પાછળ દોડતા પરેશાની અનુભવવા લાગ્યો હતો અને બાદમાં તે મેદાનની બહાર જવા માટે મજબૂર બન્યો હતો. ત્યાર બાદ તે સીધો જ 10માં ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો હતો.

WTC Final નહીં રમે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના ચેમ્પિયન બનવા માટેનો જંગ 7 જૂનથી શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન પણ ગત મહિને થઈ ચુક્યુ છે. આઈપીએલની વર્તમાન સિઝન સમાપ્ત થતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રેડ બોલ ચેમ્પિયન બનવાની તૈયારીઓ શરુ કરશે. આમ આ મહિનાના અંતમાં જ ટીમ ઈન્ડિયા લંડન જવા માટે તૈયાર હશે.

જોકે આ પહેલા જ હવે રાહુલે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રવમા માટેની સ્ક્વોડથી બહાર થવાનુ સ્પષ્ટ કરી દીધુ છે. રાહુલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેનુ એક નિવેદન લખતા બતાવ્યુ હતુ કે, તે પોતે આઈપીએલના આ મહત્વના મોકા પર જ ટીમને છોડીને જવાથી નિરાશ છે.


Spread the love

Related posts

BCCI 6 વર્ષ પછી આ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરશે, WPL પછી થશે શરૂ

Team News Updates

70 સેટેલાઇટ 5 વર્ષમાં સેટેલાઇટ લોન્ચ કરવાની શક્યતા; 4 અને 5ની ડિઝાઈન તૈયાર ચંદ્રયાનની-ISROના ચીફે કહ્યું,સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે

Team News Updates

કર્ણાટકને સાર્વભૌમ કહેવા પર સોનિયા સામે ફરિયાદ:ભાજપે ચૂંટણી પંચને કહ્યું- કોંગ્રેસની નજરમાં કર્ણાટક દેશથી અલગ, FIR નોંધવી જોઈએ

Team News Updates