News Updates
ENTERTAINMENT

રેકોર્ડબ્રેકર ફિલ્મ બનશે શું ‘સિંઘમ અગેઇન’:250 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી 200 કરોડની કમાણી, દિવાળી ધમાકા માટે તૈયાર

Spread the love

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ થવાની છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. આ દરમિયાન સિંઘમ અગેનને રિલીઝ પહેલા જ 200 કરોડની કમાણી કરી લીધી છે.

સિંઘમ અગેઇનની ચર્ચા તેની રિલીઝ પહેલા જ થઈ રહી છે. ફિલ્મ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. સિંઘમ અગેઇન માટે નોન થિયેટ્રિકલ ડીલ કરવામાં આવી છે. જેના દ્વારા ફિલ્મે રિલીઝ પહેલા જ અજયની ફિલ્મે રિલીઝ પહેલા 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’એ ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ 200 કરોડ રૂપિયાની જંગી રકમમાં વેચાયા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, મેકર્સે સંયુક્ત રીતે સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ વેચ્યા છે.

સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર, અજય દેવગન અને રોહિત શેટ્ટી માટે આ સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ છે. રોહિત શેટ્ટીની ફિલ્મોએ પ્રેક્ષકોની ભારે માંગને કારણે હંમેશા સેટેલાઇટ પ્લેયર્સ પાસેથી મોટી રકમ મેળવી છે. તે જ સમયે, ડિજિટલ પ્લેયર્સે સિંઘમ અગેઇનને પ્રીમિયમ કિંમત પણ આપી છે. આ ફિલ્મમાં ફીચર ફિલ્મ માટે સૌથી મોટી કાસ્ટ સેટઅપ કરવામાં આવી છે.

સિંઘમ અગેઇનનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. નિર્માતાઓએ 250 કરોડના બજેટ સાથે સિંઘમ અગેઇન તૈયાર કરી છે. 200 કરોડની નોન થિયેટર ડીલ મળવાને કારણે, રોહિત અને અજય દેવગનની ફિલ્મ તેના બજેટના 80 ટકા વસૂલ કરી લીધા છે.

અજય દેવગન સિંઘમ અગેઇનમાં મહત્વની ભૂમિકામાં છે, તો કરીના કપૂર ખાન, રણવીર સિંહ, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, આશુતોષ રાણા, દયાનંદ શેટ્ટી અને શ્વેતા તિવારી પણ ફિલ્મનો ભાગ છે. અભિનેતા અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે.


Spread the love

Related posts

મહામારી વચ્ચે ભારતમાં સ્વદેશી વેક્સીન બનાવનાર Corona Warriersની રીયલ સ્ટોરી

Team News Updates

શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ:ભારતીય મેન્સ ટીમે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Team News Updates

સ્ટીવ સ્મિથની ટેસ્ટમાં 32મી સદી, પૂર્વ ઓસ્ટ્રેલિયન કપ્તાનના રેકોર્ડની કરી બરાબરી

Team News Updates