હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આગામી 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ પણ છે. તેમજ 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.