News Updates
ENTERTAINMENT

‘​​​​​​​ધર્મા પ્રોડક્શન’નો બાયો બદલીને કરન જોહરે મૂક્યું અફવાઓ પર પૂર્ણવિરામ!રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ટેકઓવર નથી કર્યું ‘ધર્મા પ્રોડક્શન’ને

Spread the love

એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કરન જોહરના ધર્મા પ્રોડક્શનને ટેકઓવર કર્યું હોવાના અહેવાલો ઘણા સમયથી આવી રહ્યા છે. હવે કંપનીની માલિકી રિલાયન્સ પાસે રહેશે. જો કે, આ સમાચારો વચ્ચે, કરન જોહરે હવે ધર્મા પ્રોડક્શનના બાયોમાં ફેરફાર કરીને અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

કરનના ધર્મા પ્રોડક્શનના બાયોમાં લખેલું છે, જીગરા ઓ, અબ કી તેરી બારી ઓહ. માલિક કરન જોહર અને CEO અપૂર્વ મહેતા.

ધર્મા પ્રોડક્શનના 90.7 ટકા શેર કરન જોહરના નામે છે, જ્યારે 9.24 ટકા શેર તેની માતા હિરૂ જોહર પાસે છે. તાજેતરના ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, કરન જોહર છેલ્લી કેટલીક ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ કલેક્શન અને OTTના વધતા વલણને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક ભાગીદારોની શોધમાં છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે કરન જોહરની ડીલ અન્ય કંપનીઓ સાથે પણ ચાલી રહી હતી, જોકે, વેલ્યુએશનના મુદ્દાને કારણે ડીલ ફાઈનલ થઈ શકી નથી.

મનોરંજન ઉદ્યોગમાં રિલાયન્સની મજબૂત પકડ છે. OTT પ્લેટફોર્મ જિયો સિનેમા અને પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે. આ સિવાય એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સમાં પણ રિલાયન્સનો હિસ્સો છે.

હાલમાં જ Jio સ્ટુડિયોના કો-પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ ચર્ચામાં રહી હતી. 50-120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 873 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ધર્મા પ્રોડક્શનની વાત કરીએ તો તેની તાજેતરની રીલિઝ ફિલ્મ ‘જીગરા’ છે. આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના અભિનીત આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 90 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 25 કરોડનું કલેક્શન કર્યું છે.

કરન જોહર અને દિવ્યા ખોસલા કુમાર વચ્ચેની ચર્ચા આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘જીગરા’ રિલીઝ થઈ ત્યારથી ચાલી રહી છે. વાસ્તવમાં, દિવ્યાનો આરોપ છે કે કરન જોહરે તેની ફિલ્મ સાવીની નકલ કરીને ‘જીગરા’ બનાવી છે.


Spread the love

Related posts

બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું- તિલક-યશસ્વી પણ આગળ બોલિંગ કરશે:બંનેએ અંડર-19માં પાર્ટ ટાઈમ બોલિંગ કરી છે, તેનાથી ટીમને ફાયદો થશે

Team News Updates

ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

Team News Updates

રામાનંદ સાગરના પુત્રનો ‘આદિપુરુષ’ પર ભભૂક્યો ગુસ્સો:પ્રેમ સાગરે કહ્યું, ‘ભદ્દા ડાયલોગ્સથી રામાયણનું અપમાન, ક્રિએટિવિટીના નામ પર તો હદ વટાવી દીધી

Team News Updates