News Updates
ENTERTAINMENT

બાબુ રાવ, રાજુ અને ઘનશ્યામ  ફરી સાથે દેખાયા,“હેરા ફેરી 3″ની તૈયારીઓ શરુ ?

Spread the love

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ 11 નવેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલનો એક વીડિયો શેર કર્યો હતો. આ ત્રણેય સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા.

જો બોલિવૂડની ટોચની કોમેડી ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો ‘હેરા ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ ચોક્કસપણે સામેલ થશે. આ ફિલ્મોના સ્ટાર્સ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે લોકોને ખૂબ હસાવ્યા હતા. ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને અવારનવાર સમાચાર આવે છે. હવે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સોમવારે એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા અને પાપારાઝી સામે પોઝ આપ્યા હતા. આ ત્રણેય સ્ટાર્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

નોંધનીય છે કે હાલમાં જ ખબર આવી હતી કે ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. વાસ્તવમાં, ફિલ્મ ‘હેરા ફેરી’ અને ફિલ્મ ‘ફિર હેરા ફેરી’ના રાઇટ્સ ઇરોસ પાસે હતા અને તેના પર વિવાદ શરૂ થયો હતો પરંતુ અહેવાલો અનુસાર ફિરોઝ નડિયાદવાલાએ આ ફ્રેન્ચાઇઝી ફિલ્મના તમામ અધિકારો પાછા લઈ લીધા છે. આ પછી ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાના વિવાદનો અંત આવ્યો. આ સિવાય સમાચાર એવા પણ આવ્યા હતા કે વિવાદ ખતમ થયા બાદ નિર્માતા ફિરોઝ નડિયાદવાલા ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. હવે જ્યારે ત્રણેય સ્ટાર્સ એકસાથે જોવા મળ્યા છે ત્યારે ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ 11 નવેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલનો એક વીડિયો શેર કર્યો હતો. આ ત્રણેય સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા અને પાપારાઝીને નિરાશ કર્યા ન હતા અને પોઝ આપ્યા હતા.

આ દરમિયાન અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘હેરા ફેરી 3 આવવાની છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘એક ફ્રેમ થ્રી લિજેન્ડ્સ.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આ ત્રણેય સ્ટાર્સને એક ફિલ્મમાં જોવા માટે રાહ નથી જોઈ શકતો.’ એક યુઝરે લખ્યું છે કે, ‘હેરા ફેરી 3 ક્યારે આવશે?


Spread the love

Related posts

AISHWARIYA-ABHISHEK બચ્ચનનાં મતભેદનાં આ હોઈ શકે છે, કારણો…

Team News Updates

જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો

Team News Updates

Cricket:ટળવળીયા વિકેટ માટે ટીમ ઈન્ડિયાના બોલર્સ:બુમરાહે 2024માં 50મી વિકેટ ઝડપી, લાબુશેન અને મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગને સંભાળી

Team News Updates