News Updates
NATIONAL

રૂ.4,54,35,583નો વિદેશી દારૂનો નાશ કરાયો,સૌથી મોટો વિદેશી દારુનો જથ્થો નાશ

Spread the love

છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં પકડવાના આવેલા રૂ.4,54,35,583/- ના વિદેશી દારુનો નાશ કરવાના આવ્યો હતો.

છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે. જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર ઝડપી પાડવામાં આવેલા 1618 ગુના હેઠળ વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલો રૂ. 4,54,35,583/- નો વિદેશી દારૂ આજે કરાલી ખાતે નાશ કરાયો હતો.

આજે વહેલી સવારથી જ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાંથી ટેમ્પો ભરી ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૂ કરાયેલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો. જેને અલગ અલગ તાલુકાના મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલા વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરાયો હતો. દારૂ ઉપર રોલર ફરતાં દારૂની પિચકારીઓ ઉડતી નજરે પડતી હતી.

મહત્વની વાત એ છે કે, આ વખતે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદનો સૌથી મોટો વિદેશી દારુનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Team News Updates

દિલ્હી-NCRમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates

અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ:ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ; આ રસ્તેથી શ્રદ્ધાળુઓ જાય છે

Team News Updates