News Updates
NATIONAL

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Spread the love

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘટના બપોરે 12 વાગ્યે ખંડાલા બાયપાસ પર ફ્લાયઓવરની છે.

અહેવાલો અનુસાર, આગ એટલી ભયાનક હતી કે થોડી જ મિનિટોમાં સળગતું આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. ટેન્કરમાંથી નીકળતું કેમિકલ ફ્લાયઓવરની નીચે પડતું હતું. જ્યાં- જ્યાં કેમિકલ પડ્યું ત્યાં આગ ફેલાઈ ગઈ હતી.

અકસ્માત દરમિયાન ટેન્કરમાં સવાર બે લોકો અને ફ્લાયઓવર નીચેથી પસાર થતા બે બાઇક સવારો આગની ઝપેટમાં આવી ગયા હતા. ભીષણ આગમાં દાઝી જવાથી તેમનું મોત થયું હતું. ફ્લાયઓવરની નીચે કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. ઘાયલોને સોમાટણેની પવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના બાદ મુંબઈ અને પુણે જતો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસે ફાયર ફાયટરને બોલાવી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ટેન્કરને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે.

ડેપ્યુટી CM ફડણવીસે કહ્યું- વાહનોની અવર-જવર શરૂ કરવામાં આવી રહી છે
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોતની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

ફડણવીસે વધુમાં કહ્યું કે, રાજ્ય પોલીસ દળ, હાઈવે પોલીસ, આઈએનએસ શિવાજી, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે છે અને હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એક તરફ વાહનવ્યવહાર શરુ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ પણ ટૂંક સમયમાં શરૂ થશે. રાજ્ય સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.


Spread the love

Related posts

બરસાનામાં 2 લાખની ભીડ, 2 શ્રદ્ધાળુઓનાં મોત:એકને વધારે શુગર, બીજાને હાર્ટ એટેક…અનેક બેભાન; DMનો ખુલાસો- ભીડને કારણે મોત નથી થયું

Team News Updates

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના બે આરોપી AGTFના હાથે ઝડપાયા, પંજાબમાં ગેંગ વોરના મોટા ષડયંત્રનો પર્દાફાશ

Team News Updates