News Updates
AMRELI

સગા કાકાએ દુષ્કર્મ આચર્યું 4 વર્ષની માસૂમ પર:અમરેલીમાં ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી, કાકીએ પગ પકડી રાખ્યા ને કાકાએ બાળકીને પીંખી નાખી

Spread the love

રાજ્યભરમાં દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક હેવાનિયતની હદ વટાવતી ઘટના અમરેલીથી સામે આવી છે. અહીં બીજા કોઈએ નહીં, પણ સગા કાકાએ જ પોતાની 4 વર્ષની માસૂમ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. કાકાનાં આ કાળાં કરતૂતમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સમાજને શર્મસાર કરતી ઘટના અંગે માસૂમના પિતાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે હીરા ઘસીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન 6 જુલાઇના રોજ તેના સગા નાના ભાઇએ બાળકી ઘરે એકલી હતી. એ સમયે એકલતાનો લાભ લઈ બાળકી ચોકલેટ આપવાની લાલચ આપી કાકા અને કાકી તેમના ઘરે લઈ ગયાં હતાં. એ બાદ રૂમ બંધ કરીને સમાજને કલંકિત કરનાર આ કળિયુગના કાકાએ પોતાનો હવસ સંતોષી હતો. કાકાનાં કાળાં કરતૂતમાં કાકીએ પણ વિરોધ કરવાને બદલે તેને સાથ આપ્યો હતો. કાકીએ પગ પકડી રાખ્યા હતા, જ્યારે કાકાએ બાળકીને પીંખી નાખી હતી. બાળકીની કાકીએ મદદગારી કરી હતી.

આ ઘટના જુલાઈ મહિનામાં બની હતી, જોકે દુષ્કર્મની ઘટના બાદ આરોપી પરિવારનો જ સભ્ય હોવાને કારણે શરૂઆતમાં આવી ઘટના બની છે એવું પરિવારના લોકો માનવા તૈયાર નહોતા. એ બાદ પરિવારની બદનામી ન થાય એ માટે પોલીસ સ્ટેશન આવ્યાં નહોતા, એના કારણે ફરિયાદ મોડે મોડે નોંધાવી છે. ફરિયાદ નોંધાતાં પોલીસે કાકા અને કાકી એમ બંને સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈ ધારી એએસપી જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે તારીખ 13-11ના રોજ એક વ્યક્તિએ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી કે તેમની 3 વર્ષ 11 મહિનાની દીકરી સાથે તેમના જ સગા નાનાભાઈએ દુષ્ક્રમ આચર્યું છે તેમજ તેમના નાનાભાઈની પત્નીએ મદદ કરી છે.

બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે 6-7-2024ના રોજ તેઓ હીરા ઘસવા માટે બહાર ગયા હતા. ત્યારે ઘરે કોઈ હાજર નહોતા. એ દરમિયાન કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ મારી પુત્રીને તેમના ઘરે લઈ ગયાં હતાં. રૂમનો દરવાજો બંધ કરીને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોસ્કો સહિત વિવિધ કલમો ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આ બન્ને આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ તમામ એંગલના આધારે આગળ તપાસ કરી રહી છે.


Spread the love

Related posts

કન્યાદાન પહેલાં અંગદાનનો સંકલ્પ:અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો

Team News Updates

અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Team News Updates

Amreli:રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગનો દરોડો,વાહનો સહિત 20 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો,અમરેલીની શેત્રુંજી નદીના પટમાં

Team News Updates