News Updates
BUSINESS

વિશ્વમાં વધી રહ્યું છે સામ્રાજ્ય  ભારતમાં બનેલા APPLE મોબાઈલનું,વિશ્વમાં Maid in India નો દબદબો

Spread the love

વિશ્વનો સૌથી લોકપ્રિય સ્માર્ટફોન એટલે કે iPhone બનાવતી કંપની Apple Inc હાલમાં તે ભારતમાં વેચે છે અને એસેમ્બલ કરે છે, પરંતુ હવે ટૂંક સમયમાં તે ભારતમાં જ વધુ એક મોટું કામ કરવા જઈ રહી છે.

iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple હવે ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહી છે. પહેલા કંપનીએ ભારતમાં iPhone વેચવાનું શરૂ કર્યું. પછી તેની વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરી. આ પછી દેશમાં એપલની એસેમ્બલી લાઇન શરૂ થઈ અને એપલના વિશિષ્ટ સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા. હવે કંપની ભારતમાં વધુ એક મોટું કામ કરવા જઈ રહી છે.

હા, એપલે હવે ભારતમાં પોતાની અલગ સબસિડિયરી કંપની બનાવી છે. આ કંપની હવે ભારતમાં એપલના નવા ઉત્પાદનો પર રિસર્ચ અને ડેવલોપમેન્ટ પર કામ કરશે. એટલું જ નહીં આ કંપની ઉત્પાદનોની ડિઝાઇનિંગ અને ટેસ્ટિંગ પણ કરશે.

અમેરિકાની Apple Inc.એ હવે ભારતમાં 100% હિસ્સો પેટાકંપની ‘Apple Operations India’ બનાવી છે. આ કંપની એન્જિનિયરિંગ સાધનો, લીઝિંગ, હાર્ડવેર ડેવલપમેન્ટ માટે એન્જિનિયરોની ભરતી અને ગ્રૂપ કંપનીઓના નિષ્ફળતા વિશ્લેષણ સાથે કામ કરશે. એપલે આ કંપનીની રચના માટે લેટર ઓફ કન્ફર્ટ આપ્યો છે. એપલ ઓપરેશન્સ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે જ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને આની જાણકારી આપી છે. જો કે Apple તરફથી આ અંગે ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Apple સમગ્ર વિશ્વમાં તેના ઉત્પાદનો વેચે છે, તેમ છતાં સંશોધન અને વિકાસ કેન્દ્ર માત્ર થોડા જ દેશોમાં સ્થિત છે. હાલમાં કંપની માત્ર અમેરિકા, ચીન, જર્મની અને ઇઝરાયેલમાં જ R&D કેન્દ્રો ધરાવે છે. આ પહેલીવાર છે જ્યારે Appleએ ભારતમાં સીધી સબસિડિયરી બનાવી છે. આ ભારતમાં કંપનીનું પ્રથમ R&D સેન્ટર પણ છે.

Apple પહેલાથી જ તેની લાઇસન્સધારક કંપનીઓ દ્વારા ભારતમાં એસેમ્બલિંગ યુનિટ ચલાવી રહ્યું છે. કંપની દેશમાં તેના પોતાના બે સ્ટોર પણ ચલાવે છે. ‘એપલ ઈન્ડિયા’, જે ભારતમાં એપલના વેચાણ અને માર્કેટિંગની દેખરેખ રાખે છે. તે વાસ્તવમાં તેની યુરોપીયન કામગીરીનો એક ભાગ છે. એપલની આયર્લેન્ડ બેસ્ટ કંપની દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.


Spread the love

Related posts

શરૂઆતની કિંમત 9.10 લાખ,સુપરસ્પોર્ટ્સ બાઇકમાં 400CCનું 4-સિલિન્ડર એન્જિન,યામાહા R15ને આપશે ટક્કર,ભારતમાં લોન્ચ Kawasaki Ninja ZX-4RR

Team News Updates

સેન્સેક્સ 65000 પાર, નિફ્ટીમાં પણ વધારો, અદાણી ગ્રુપના તમામ 10 શેર રોકેટ બન્યા

Team News Updates

Xનો દાવો- સરકારે ઘણા એકાઉન્ટ-પોસ્ટ હટાવવા કહ્યું; આ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ

Team News Updates