News Updates
BUSINESS

દેશની દિગ્ગ્જ સોફ્ટવેર કંપની વિપ્રો 15 નવેમ્બરથી હાઇબ્રિડ વર્ક પોલિસી લાગુ કરશે, કર્મચારીઓ પર શું અસર પડશે?

Spread the love

દેશની ચોથી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની વિપ્રો દિવાળી નૂતન વર્ષથી કર્મચારીઓ માટે પોલિસીમાં ફેરફાર કર્યો છે. કંપનીમાં 15 નવેમ્બરથી હાઇબ્રિડ વર્ક પોલિસી લાગુ થશે. આ અંતર્ગત કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં 3 દિવસ ઓફિસ આવવું પડશે.

દેશની ચોથી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની વિપ્રો દિવાળી નૂતન વર્ષથી કર્મચારીઓ માટે પોલિસીમાં ફેરફાર કર્યો છે. કંપનીમાં 15 નવેમ્બરથી હાઇબ્રિડ વર્ક પોલિસી લાગુ થશે. આ અંતર્ગત કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં 3 દિવસ ઓફિસ આવવું પડશે.

અગાઉ ટીસીએસ અને ઈન્ફોસિસે પણ કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ ઓફિસ’ પોલિસી જાહેર કરી હતી. TCS એ કર્મચારીઓ માટે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ આવવું ફરજિયાત બનાવ્યું છે જ્યારે ઇન્ફોસિસે કર્મચારીઓને મહિનામાં 10 દિવસ ઓફિસ આવવાનું કહ્યું છે.

વિપ્રોના એચઆર ઓફિસર સૌરભ ગોવિલે મેલમાં કહ્યું, ’15 નવેમ્બરથી તમામ કર્મચારીઓએ દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસ આવવું પડશે. આ ફેરફારનો હેતુ ટીમ વર્કને પ્રોત્સાહન આપવાનો, એકબીજા વચ્ચે વધુ ક્રિયાપ્રતિક્રિયા માટે અવકાશ ઉભો કરવાનો અને વિપ્રોની સંસ્કૃતિને મજબૂત કરવાનો છે. આ સાથે જ એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ ઈમેલ વિપ્રોના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવ્યો છે.

મેલના જણાવ્યા અનુસાર પોલિસી પરિવર્તન સંચારમાં સુધારો કરશે, સમસ્યાઓને વધુ ઝડપથી ઉકેલવામાં મદદ કરશે, ટીમ નિર્માણને સરળ બનાવશે અને સહકાર્યકરો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. વધુમાં, વિપ્રોએ કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ નવી હાઇબ્રિડ વર્ક પોલિસીનું પાલન નહીં કરે તો તેઓ 7 જાન્યુઆરી, 2024થી કાર્યવાહીનો સામનો કરી શકે છે.

“અમે માનીએ છીએ કે જવાબદારી અમારી કંપનીની વૃદ્ધિ અને સફળતા માટે જરૂરી છે” તેમ ઈમેલમાં જણાવાયું હતું. બીજા ક્વાર્ટરમાં વિપ્રોની વૃદ્ધિ અન્ય પીઅર કંપનીઓ કરતાં ઘણી નબળી રહી છે. સંબંધિત સમયગાળામાં કંપનીના નફા અને આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ત્રીજા ક્વાર્ટર માટે કંપનીનું માર્ગદર્શન પણ પ્રોત્સાહક નથી.

આ ઉપરાંત સોફ્ટવેર કંપની વિપ્રો લિમિટેડે બુધવારે તેના તમામ 2.5 લાખ કર્મચારીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં તાલીમ આપવા અને તેની પ્રોડક્ટ ઓફરિંગમાં આ ટેક્નોલોજી અપનાવવા માટે એક અબજ ડોલર ખર્ચવાની જાહેરાત કરી છે. વિપ્રોએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ રકમનો એક ભાગ આગામી ત્રણ વર્ષમાં ક્લાઉડ, ડેટા એનાલિટિક્સ, કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ ટીમોના 30,000 કર્મચારીઓને એકસાથે લાવવા માટે ખર્ચવામાં આવશે જેથી ગ્રાહકોને ઓફર કરવામાં આવતી તમામ આંતરિક કામગીરી અને ઉકેલોમાં આ ટેક્નોલોજી અપનાવવામાં આવશે.


Spread the love

Related posts

ભારતના આ મિત્ર દેશથી રશિયાને મોટો ઝટકો, પેટ્રોલ ડિઝલ થઈ જશે સસ્તુ, આવી રીતે કરશે મદદ

Team News Updates

મસ્ક-ઝકરબર્ગની લડાઈ કોલિઝિયમમાં થઈ શકે છે:ઈટાલિયન આ ઈમારત 2000 વર્ષ જૂની છે, જે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ છે

Team News Updates

SBIની ‘ચોકલેટ-સ્ટ્રેટેજી’ કામ કરી ગઈ:લેણદારોએ ચૂકવ્યા 2 કરોડ, ટાઈમસર EMI ન આપનારાના ઘરે બેન્ક ચોકલેટ મોકલે છે

Team News Updates