BMW ઇન્ડિયાએ ગુરુવારે ભારતીય બજારમાં BMW M5 પરફોર્મન્સ સેડાન લોન્ચ કરી છે. આ સાતમી જનરેશનનું મોડેલ ઇતિહાસમાં સૌથી શક્તિશાળી M5 છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 3.5 સેકન્ડમાં 0-100ની ઝડપ પકડી શકે છે.
તેની કિંમત 1.99 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ, પેન-ઈન્ડિયા) રાખવામાં આવી છે. આ કારને કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ (CBU) તરીકે વેચવામાં આવશે. BMW M5 ની સ્પર્ધા મર્સિડીઝ-AMG C63 SE પરફોર્મન્સ સાથે છે, જેની કિંમત રૂ. 1.95 કરોડ છે.