News Updates
NATIONAL

ઉત્તર ભારતમાં આગામી 2 દિવસ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ:હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ રહેશે, 10 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે

Spread the love

એપ્રિલના છેલ્લા સપ્તાહથી શરૂ થયેલ કમોસમી વરસાદની પ્રક્રિયા ઉત્તર ભારતમાં હજુ પણ ચાલુ છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી બે દિવસ સુધી ઉત્તર ભારતની સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આ જ સિસ્ટમ ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે, જેના કારણે લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદ અને શિમલામાં હિમવર્ષા ચાલુ રહેશે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે સોમવારે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.

તાપમાન સતત ઘટી રહ્યું છે, સામાન્ય કરતાં 10 ડિગ્રી ઓછું રહી શકે છે
વાવાઝોડા, તોફાન અને વરસાદના કારણે તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે. દિલ્હી-NCR, હરિયાણા, પંજાબમાં તાપમાન સામાન્ય કરતા 9થી 10 ડિગ્રી ઓછું રહી શકે છે. જો કે, 3-4 દિવસ બાદ વાદળો છવાયેલા રહેતા તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

નીચે જુઓ સોમવારે દેશભરમાં વરસાદની તસવીરો…

મે મહિનાના પહેલા દિવસે દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો.

મે મહિનાના પહેલા દિવસે દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો.

દિલ્હીમાં મહિલા પોલીસ ટ્રાફિક કર્મચારીઓએ રેઈનકોટ પહેરીને પોતાની ફરજ બજાવી હતી.

દિલ્હીમાં મહિલા પોલીસ ટ્રાફિક કર્મચારીઓએ રેઈનકોટ પહેરીને પોતાની ફરજ બજાવી હતી.

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારે વરસાદમાં સાઇકલ ચલાવીને જતી એક મહિલા.

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારે વરસાદમાં સાઇકલ ચલાવીને જતી એક મહિલા.

જાલંધરની અણજ મંડીમાં એક વ્યક્તિ વરસાદથી બચાવવા ઘઉં પર પ્લાસ્ટિકની શીટ નાખે છે.

જાલંધરની અણજ મંડીમાં એક વ્યક્તિ વરસાદથી બચાવવા ઘઉં પર પ્લાસ્ટિકની શીટ નાખે છે.

ગાઝિયાબાદમાં હિંડોન રિવર મેટ્રો સ્ટેશન પાસે બનેલો અંડરબ્રિજ પાણીથી ભરાઈ ગયો હતો

ગાઝિયાબાદમાં હિંડોન રિવર મેટ્રો સ્ટેશન પાસે બનેલો અંડરબ્રિજ પાણીથી ભરાઈ ગયો હતો

શિમલામાં વરસાદથી બચવા માટે લોકો છત્રી લઈને નીકળ્યા હતા.

શિમલામાં વરસાદથી બચવા માટે લોકો છત્રી લઈને નીકળ્યા હતા.

હવે દક્ષિણમાં પણ વરસાદની સંભાવના છે
અત્યાર સુધી દક્ષિણમાં આકરી ગરમી હતી, પરંતુ હવે ત્યાંના હવામાનમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ એલર્ટમાં દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Spread the love

Related posts

વિદ્યુત જામવાલે ગોલ્ડન ટેમ્પલમાં વાસણો સાફ કર્યાં

Team News Updates

તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, બન્ને દેશ જળ વ્યવસ્થાપન, કૃષિ, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે સાથે મળીને કરશે કામ 

Team News Updates

દલાઈ લામાએ કર્યો મોટો ખુલાસો, ચીન પર કહી આ મોટી વાત

Team News Updates