120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, કાર એકબીજા પર ચઢી ગઈ
અમેરિકાના ઇલિનોઇ રાજ્યમાં સોમવારે ધૂળની ડમરી સાથે વાવાઝોડાના કારણે આંતરરાજ્ય હાઇવે પર અનેક વાહનો અથડાયાં હતાં. જેમાં 20 કોમર્શિયલ વાહનો અને 60થી વધુ કારનો સમાવેશ થાય છે. 6 લોકોનાં મોત થયાં હતાં.
ઇલિનોઇ પોલીસના જણાવ્યા અનુસાર, 30થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં 2 વર્ષનાં બાળકોથી લઈને 80 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધી શકે છે. વાવાઝોડું ત્રાટક્યું તે સમયે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું ત્રાટક્યા બાદ અનેક વાહનો એકબીજા પર ચઢી ગયાં હતાં.
સેન્ટ લૂઇસની ઉત્તરે 75 માઇલ (120 કિમી) દૂર મોન્ટગોમરી કાઉન્ટીમાં બંને તરફનો હાઈવે બંધ થઈ ગયો હતો. જે મંગળવાર બપોર સુધી ખોલવામાં આવશે.
20 કોમર્શિયલ વાહનો અને 40 થી 60 કાર એકબીજા સાથે અથડાઈ હતી.
ખેતરોમાંથી માટી ભારે પવન સાથે ઊડી હતી
આ અકસ્માતની માહિતી સોમવારે સવારે 11 વાગ્યે સામે આવી હતી. સેન્ટ લૂઈસ વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ધૂળની આંધી ખેતરોની માટી અને મજબૂત ઉત્તર-પશ્ચિમ પવનોના સંયોજનથી સર્જાયું હતું. જેની ઝડપ 70 કિમી પ્રતિ કલાક હતી. આ જ કારણ હતું કે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને અનેક વાહનો અથડાયાં હતાં.
વાવાઝોડા પછી, 25 વર્ષીય ઇવાન એન્ડરસને જણાવ્યું કે તે શિકાગોથી સેન્ટ લૂઇસમાં તેના ઘરે જઈ રહ્યો હતો. પછી તેની કાર ધૂળ અને વાવાઝોડામાં ફસાઈ ગઈ અને ક્રેશ થઈ ગઈ. ઇવાને કહ્યું કે ઊડતી ધૂળમાં કશું જ દેખાતું નહોતું. કેટલાક લોકો કારની સ્પીડ ધીમી કરી રહ્યા હતા પરંતુ કઈ કાર ક્યાં પાર્ક કરી હતી તે દેખાતું ન હતું. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હવામાન સેવાએ લગભગ 1:25 વાગ્યે ધૂળની આંધીની ચેતવણી જારી કરી હતી.
વેધર સર્વિસે ચેતવણીમાં કહ્યું હતું કે જે લોકોને શ્વસન સંબંધી બીમારીઓ છે તેઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ સમય દરમિયાન મુસાફરી કરવી મુશ્કેલ બનશે અને જીવ પર જોખમી બની શકે છે.
ટોર્નેડો પસાર થયા પછીના 5 ફોટા…
પોલીસના જણાવ્યા અનુસાર, વાહનો વચ્ચે અથડામણને કારણે તેઓ હાઈવે પરથી પલટી ગયા અને ખેતરોમાં પડ્યા.
ધૂળની ડમરીના કારણે વિઝિબિલિટી શૂન્ય હતી. સ્પીડમાં હોવાના કારણે વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં.
કેટલીય કાર એકબીજા પર ચઢી ગઈ હતી.
વહીવટીતંત્રને રાહત અને બચાવ કરવામાં કલાકો લાગ્યા હતા. ધૂળના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
વિશ્વના મોટાભાગના વાવાઝોડા અમેરિકામાં આવે છે
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ મુજબ, જો કે વાવાઝોડા વિશ્વમાં કોઈપણ સમયે આવી શકે છે, તે અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં થાય છે. અમેરિકામાં જ, કેન્સાસ, ઓક્લાહોમા, ટેક્સાસ જેવાં મેદાનોમાં સૌથી વધુ વાવાઝોડા આવે છે.
NOAA એટલે કે નેશનલ ઓસેનિક એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન કહે છે કે અમેરિકામાં દર વર્ષે વાવાઝોડાના કારણે 50 લોકોનાં મોત થાય છે. 2011માં ખૂબ જ વિનાશક વાવાઝોડું આવ્યું હતું જેમાં એપ્રિલ અને જૂનમાં 580થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવો અંદાજ છે કે તેઓએ 21 અબજ ડોલરનું નુકસાન કર્યું છે.
દક્ષિણ ફ્લોરિડામાં પણ વાવાઝોડું આવ્યું હતું
અમેરિકાના દક્ષિણ ફ્લોરિડાના વર્જિનિયા બીચમાં વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. આ ટોર્નેડો રહેણાક વિસ્તારમાં આવ્યો હતો. વીજળી અને ગેસનો પુરવઠો થોડીવારમાં બંધ થઈ ગયો. પવનની ઝડપ એટલી વધારે હતી કે ઘણી કાર પલટી ગઈ હતી.
આ તસવીર વર્જિનિયા બીચની છે જ્યાં સોમવારે વાવાઝોડા બાદ અનેક વાહનો પલટી ગયાં હતાં.
શનિવારથી જ આ વિસ્તારમાં ઈમર્જન્સી લાદવામાં આવી હતી. થોડીવાર પછી લગભગ 100 ઘરોને નુકસાન થયાના સમાચાર મળ્યા હતા. વર્જિનિયા બીચ ઓથોરિટી અનુસાર – ટોર્નેડોથી કોઈના માર્યા જવાના કે ઘાયલ થયાના સમાચાર નથી. ઘરો અને સામુદાયિક કેન્દ્રોને વ્યાપક નુકસાન થયું છે.
અમેરિકામાં વાવાઝોડાથી તબાહી, 26નાં મોત: ગોલ્ફ બોલ જેટલો મોટો કરા, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
અમેરિકાના મિસિસિપીમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડાને કારણે 26 લોકોનાં મોત થયાં છે. આ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે ગોલ્ફ બોલ જેટલા મોટા કરા પડ્યા છે. ટોર્નેડોથી નાશ પામેલી ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. હજારો લોકોના ઘરોમાં વીજળી નથી.
અમેરિકાના 6 રાજ્યોમાં 53 વાવાઝોડા, 10 PHOTOS: અરકાનસાસમાં 5નાં મોત, 30 ઘાયલ; મધ્ય યુએસમાં ત્રણ લાખ ઘરોમાં વીજળી ગૂલ
અમેરિકામાં શુક્રવારે 6 રાજ્યોમાં 53 વાવાઝોડાં આવ્યાં છે. આ અરકાનસાસ, ટેનેસી, ઇલિનોઇ, વિસ્કોન્સિન, આયોવા અને મિસિસિપી રાજ્યોમાં જોવા મળ્યાં હતાં. વાવાઝોડાને કારણે મધ્ય અમેરિકામાં લગભગ 3 લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. અરકાનસાસમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.