શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત કર્યાના 10 મિનિટ બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે. તેને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે એમ પણ કહ્યું કે આતંકવાદ સામે દરેક પ્રકારે લડવું પડશે અને તેને કોઈપણ કિંમતે અટકાવવો પડશે. સરહદ પારના આતંકવાદને પણ રોકવો જરૂરી છે. આતંકવાદ સામે લડવું એ SCOના વાસ્તવિક લક્ષ્યોમાંનું એક છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠક મળી છે. આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે નમસ્તે કર્યુ અને બિલાવલે પણ હાથ જોડી પ્રણામ કર્યા હતા. પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા સહિત તમામ આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લીધો છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન, ચીન, રશિયા સહિત તમામ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ગુરુવારે ભારત પહોંચ્યા હતા. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. જ્યારે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો અને જયશંકર વચ્ચેની મુલાકાતને લઈને હજુ પણ સસ્પેન્સ છે.
જયશંકરના ભાષણના અન્ય મહત્વના મુદ્દા
- જ્યારે વિશ્વ મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે પણ આતંકવાદ અવિરત ચાલુ રહ્યો હતો.
- આતંકવાદને નજરઅંદાજ કરવો એ આપણી સુરક્ષા માટે મોટો જોખમી હશે.
- ટેરર ફંડિંગ કરતી ચેનલોને અટકાવવી જોઈએ.
- જયશંકરે અંગ્રેજીને SCOની ત્રીજી સત્તાવાર ભાષા બનાવવાની ભારતની માંગને ફરીથી જણાવી છે.
આ દરમિયાન, ભારતે અંગ્રેજીને SCOની સત્તાવાર ભાષા બનાવવાનો આગ્રહ રાખ્યો છે. હાલમાં, રશિયન અને ચાઇનીઝ મેન્ડરિન SCOની સત્તાવાર ભાષાઓ છે. જૂથના તમામ દસ્તાવેજો આ બે ભાષાઓમાં બનાવવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી 12 વર્ષ બાદ ભારતના પ્રવાસે છે
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ SCO બેઠકમાં ભાગ લેવા માટે ગોવા પહોંચ્યા હતા. 12 વર્ષ બાદ ભારતની મુલાકાત લેનારા તેઓ પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી છે. અગાઉ 2011માં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારત આવ્યા હતા.
ભારત પહોંચ્યા બાદ બિલાવલે કહ્યું- હું ગોવા આવીને ખૂબ જ ખુશ છું, મને આશા છે કે SCOની બેઠક સફળ રહેશે. જ્યારે, પાકિસ્તાન છોડતી વખતે, તેમણે કહ્યું હતું – આ બેઠકમાં ભાગ લેવાનો મારો નિર્ણય દર્શાવે છે કે SCO પાકિસ્તાન માટે કેટલું મહત્વપૂર્ણ છે. હું સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરવા આતુર છું.
SCO મીટિંગ સંબંધિત અન્ય અપડેટ્સ…
- પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું- આ બેઠકમાં જવું એ SCO ચાર્ટર પ્રત્યે અમારી જવાબદારી દર્શાવે છે. અમે પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ જાળવવાની અમારી જવાબદારી નિભાવવા તૈયાર છીએ.
- SCO દેશો વચ્ચે રાષ્ટ્રીય ચલણમાં વેપાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રસ્તાવ પસાર થયા બાદ SCO દેશો એકબીજાની ચલણમાં એકબીજા સાથે વેપાર કરી શકશે. તેમને યુએસ ડોલરની જરૂર નહીં પડે.
- વિદેશ મંત્રાલયના સચિવ ER દમ્મુ રવિએ કહ્યું કે બેઠકમાં ભાગ લેનારા વિદેશ મંત્રીઓ ઈરાન અને બેલારુસને SCOના કાયમી સભ્ય બનાવવા પર ચર્ચા કરશે. જુલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં અફઘાનિસ્તાન, ઈરાન, બેલારુસ અને મોંગોલિયા તેના નિરીક્ષક સભ્યો છે.
SCO સંરક્ષણ પ્રધાનોની બેઠક 27-28 એપ્રિલે થઈ હતી
આ પહેલા 27-28 એપ્રિલે નવી દિલ્હીમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે ચીનના સંરક્ષણ પ્રધાન ભારત આવ્યા હતા. 2020માં ગલવાન અથડામણ બાદ કોઈપણ ચીનના મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત હતી.
15 જૂન 2020 ના રોજ, ગલવાન ઘાટીમાં ચીનની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જેમાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની વાત સ્વીકારી હતી. આ અથડામણ લગભગ 3 કલાક સુધી ચાલી હતી.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન સરહદ પર શાંતિ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- હાલના કરારોના ઉલ્લંઘનથી દ્વિપક્ષીય સંબંધોનો સંપૂર્ણ આધાર નષ્ટ થઈ ગયો છે. LAC સંબંધિત તમામ મુદ્દાઓ હાલના દ્વિપક્ષીય કરારો અનુસાર ઉકેલવા જોઈએ. ચીન ઉપરાંત તેઓ કેટલાક દેશોના સંરક્ષણ પ્રધાનોને પણ મળ્યા હતા.