હાલમાં જ જેકલીન ફર્નાન્ડીઝે સોશિયલ મીડિયા પર પક્ષીઓ અને પ્રાણીઓને પાણી પીવા માટે માટીના કુંડા રાખતા ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે જેક્લિને જણાવ્યું હતું કે ઉનાળાના દિવસોમાં પ્રાણીઓની તરસ છીપાવવા અને તેમને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તેણે પાણીથી ભરેલા કુંડા બહાર મૂક્યા છે. જેક્લિને આ ઉનાળામાં તેના ચાહકોને પ્રાણીઓની મદદ કરવાની પણ અપીલ કરી હતી.
જેકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે
પોસ્ટ શેર કરતા જેકલીનેએ લખ્યું, ‘આ પાણી ભરેલા કુંડા પ્રાણીઓને હાઈડ્રેટ રાખશે અને ગરમીના દિવસોમાં તેમની તરસ છીપાવી દેશે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા ઘરની બહાર પાણીથી ભરેલા કુંડા રાખો.
તેણે આગળ લખ્યું, ‘સમયાંતરે પાણીથી ભરેલા આ વાસણોને ખાલી કરવાનું ભૂલશો નહીં જેથી પાણીમાં ગંદકી ન જમા થાય. જો તમે પણ આ કામમાં મારો સાથ આપવા માંગતા હોવ તો મને ટેગ કરો અને તમારી પોસ્ટ શેર કરો.’
જેકલીન બે વર્ષથી સોશિયલ ફાઉન્ડેશન ચલાવી રહી છે
હકીકતમાં, જેકલીનનું સામાજિક સંસ્થા – યુ ઓન્લી લીવ વન્સ (યોલો) એ બે વર્ષ પૂરા કર્યા છે. જેકલીન છેલ્લા બે વર્ષથી આ ફાઉન્ડેશન સાથે કામ કરી રહી છે.