News Updates
NATIONAL

લિંબાયત વિસ્તારમાં ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોતનું કારણ

Spread the love

રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

6 મહિનાથી ગર્ભવતી મહિલા તેના પતિ સાથે રહેવા આવી હતી

ગોપાલ ગૌડા નામનો વ્યક્તિ સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ પહેલા ગોપાલના લગ્ન આશાલતા સાથે થયા હતા. દરમિયાન છ મહિના પહેલા પાછળ અશાલતા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આશાલતા ગર્ભવતી હોવાથી ગોપાલ તેને 6 મહિના પહેલા સુરત લઈ આવ્યો હતો.

અચાનક મહિલાની તબિયત રાત્રે લથડી હતી

મૃતક આશા લતાના પતિ ગોપાલે જણાવ્યું હતું કે રાત્રે આશાલતાને પેટ માથું અને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. જેથી ઘરમાં પડેલા તેલથી આશા લતાને પેટ છાતી અને માથા પર માલિશ કરી હતી, ત્યારબાદ થોડી સ્થિતિ સામાન્ય થતા સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યારે આશાલતા હલનચલન કરી રહી ન હતી.

108માં મહિલાને હોસ્પિટલ લઇ જવાઇ હતી

ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે સવારે ઉઠ્યા ત્યારે આશાલતા બેભાન હાલતમાં હતી. જેથી મકાન માલિક અને તેમના પત્નીને બોલાવ્યા હતા, ત્યારબાદ 108ને જાણ કરી હતી. આશાલતાને 108માં સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે આશાલતાને મૃત જાહેર કરી હતી. જે પછી આશા લતાના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આશાલતાના મોતની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે આશાલતાના પતિ ગોપાલ મકાન માલિક સહિતનાના નિવેદન નોંધ્યા હતા. પરિવાર દ્વારા મોતને લઈને શંકા વ્યક્તિ કરવામાં આવતા પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.


Spread the love

Related posts

સેના અને આતંકી વચ્ચે સતત 5 દિવસથી એન્કાઉન્ટર ચાલુ:એક આતંકવાદી માર્યો ગયો, 2ની શોધ ચાલુ; 5 દિવસમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા

Team News Updates

દમણના દરિયાકિનારે જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેખાયા, જૂઓ Photos

Team News Updates

1 સેકેન્ડમાં હેક થાય છે iPhone? આ રીતે ચોરી થઈ શકે છે પર્સનલ માહિતી

Team News Updates