News Updates
NATIONAL

નમો ‘નવમતદાતા સંમેલન’માં PMનો સંવાદ:મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહ્યું- તમારો એક મત ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે; દેશના વિકાસની જવાબદારી યુવાનો પર છે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મતદારોને જોડવાનું મિશન શરૂ કર્યું છે. નમો ‘નવમતદાતા સંમેલન’માં મોદી દેશના યુવા મતદારો સાથે સંવાદ કર્યો છે. મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને સંબોધન કરતા કહ્યું- વિકસિત ભારતના નિર્માણની જવાબદારી તમારા પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસના અવસર પર ફર્સ્ટ ટાઈમ વોટર્સને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. મોદીએ યુવાનોને કહ્યું- તમારે આગામી 25 વર્ષમાં પોતાનું અને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે. સ્થાનિક, જિલ્લા, રાજ્ય અને દેશ સ્તરની ચૂંટણીમાં તમારી જવાબદારી બહુ મોટી હશે.

પીએમ મોદીએ કહ્યું- જેમ 25 વર્ષ પહેલા 1947માં દેશને આઝાદ કરવાની જવાબદારી યુવાનો પર હતી. તેવી જ રીતે, 2047 સુધીમાં એટલે કે આગામી 25 વર્ષોમાં, તમારા પર ભારતને વિકસિત દેશ બનાવવાની જવાબદારી છે. આજના ભારતમાં તમારું નામ સુવર્ણ અક્ષરે કેવી રીતે લખવામાં આવે તે તમારે નક્કી કરવાનું છે.

અમારી ગતિ, દિશા અને અભિગમ શું હશે તે તમે નક્કી કરશો. આ માટે મતદાન મુખ્ય માધ્યમ બની રહેશે. આગામી ભારતના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તમારા માટે મતદાન કરવું મહત્વપૂર્ણ છે. તમારો એક મત અને ભારતના વિકાસની દિશા જોડાયેલી છે. તમારો એક વોટ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. તમારો એક મત ભારતમાં ડિજિટલ ક્રાંતિને ઉર્જા આપશે.

પીએમ મોદીના સંવાદની 5 મહત્વની વાતો…

1. 18 થી 25 વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો વચ્ચે તમારે બધાએ સાથે મળીને બીજી જવાબદારી નિભાવવાની છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ભાગ લેવાની આ જવાબદારી છે.

2. આ કાળચક્ર બે કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ છે – પ્રથમ, તમે બધા એવા સમયે મતદાતા બન્યા છો જ્યારે ભારતનો સુવર્ણ યુગ શરૂ થયો છે. બીજું, આવતીકાલે 26 જાન્યુઆરીએ દેશ તેની 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. આગામી 25 વર્ષ તમારા માટે અને ભારત માટે મહત્વપૂર્ણ છે.

3. દેશનો વિકાસ અને તમારો એક મત, બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમારો એક મત ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. તમારો એક મત ભારતમાં સ્થિર અને વિશાળ બહુમતીવાળી સરકાર લાવશે. તમારો એક મત ડિજિટલ ક્રાંતિને વધુ ઉર્જા આપશે. તમારો એક વોટ ભારતને પોતાના દમ પર અવકાશમાં લઈ જશે. તમારું એક મત, ભારતમાં પ્રથમ પેસેન્જર એરક્રાફ્ટ બનાવશે. તમારો એક મત વિશ્વમાં ભારતની વિશ્વસનીયતામાં વધુ વધારો કરશે.

4. તમારામાંથી ઘણા અખબારો વાંચતા જ હશે. આજે રોજ નવા સમાચાર આવે છે કે દેશે આ ક્ષેત્રમાં આટલી મોટી સિદ્ધિ મેળવી છે, પરંતુ 2014 પહેલાના અખબારો જુઓ. ત્યારે રોજ અખબારોમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના સમાચારો છપાતા હતા. હજારો કરોડ રૂપિયાના કૌભાંડના સમાચાર સામાન્ય હતા.

5. આજે વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા નવી ઊંચાઈએ છે. આજે ભારતના પાસપોર્ટને વિશ્વમાં ખૂબ જ ગર્વથી જોવામાં આવે છે. યુવાનો માટે આ એક મોટી તક છે. આ કારણોસર છેલ્લા વર્ષોમાં ભારતમાં રેકોર્ડ FDI આવી છે. ભારતની વિદેશી મુદ્રા ભંડાર પણ આજે રેકોર્ડ સ્તરે છે. ક્યારેક સોનું ગીરો રાખવું પડતું. આજે પરિસ્થિતિ અલગ છે.

નમો ‘નવમતદાતા સંમેલન’નો હેતુ દેશના યુવાનોને તેની યોજનાઓ વિશે માહિતગાર કરવાનો છે. આ દરમિયાન તેમણે 2014 પછી દેશમાં આવેલા બદલાવ વિશે યુવાનોને માહિતી આપી. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ પ્રસંગે ભાજપ યુવા મોરચા મોટા પાયે નમો ‘નવમતદાતા સંમેલન’નું આયોજન કરાયું છે.

પીએમ મોદી 5 હજાર સ્થળોએ 50 લાખ યુવા મતદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું છે. ભાજપનો હેતું આના દ્વારા 1 કરોડ યુવા મતદારોને જોડવાનો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત 2011માં કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વખત આટલા મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

7 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે
આ વર્ષની ચૂંટણીમાં લગભગ 7 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. ભાજપ આ યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, તેથી જ આજે આટલા મોટા પાયા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ યુવાનોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. આજે પીએમ મોદી આ યોજનાઓનો ડાયરેક્ટ ફીડબેક લેશે.પીએમના કાર્યક્રમમાં 50 લાખ લોકો જોડાઈ રહ્યા છે.

યુવાનો માટે પીએમ મોદીની મોટી યોજનાઓ
મોદીએ છેલ્લા 10 વર્ષમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમાંથી ઘણી યોજનાઓ સીધી રીતે યુવાનો સાથે જોડાયેલી છે. આમાં-

  • પીએમ રોજગાર સૃજન યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન અને લોનમાં સબસિડી ઉપલબ્ધ છે.
  • પીએમ મુદ્રા લોન યોજના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની છે, આ હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
  • પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ, કૌશલ્ય અને રોજગાર માટે મફત તાલીમ આપવામાં આવે છે.
  • આત્મનિર્ભર ભારત યોજના કોરોના પછી શરૂ કરવામાં આવી હતી.
  • સ્ટાર્ટઅપ ઈન્ડિયા પણ મોદી સરકારની એક મોટી સ્કીમ છે જે ઘણી હિટ રહી છે. આ યોજના શરૂ થયા બાદ દેશમાં સ્ટાર્ટ અપનું આખું નેટવર્ક ફેલાયું છે.

Spread the love

Related posts

અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

Team News Updates

મુંબઈમાં હવે ડબલ ડેકર બસો દોડશે નહીં:86 વર્ષ જૂની બસોનું સ્થાન લેશે ઇલેક્ટ્રિક એસી બસ, આનંદ મહિન્દ્રાએ કહ્યું- મારી બાળપણની યાદોની ચોરી થઈ

Team News Updates

ભાજપના કાર્યકરોએ સચિવાલય તરફ કૂચ કરી, વોટર કેનનથી ખદેડ્યાં:જોશી-શેખાવત સહિત અનેક મોટા નેતાઓની ધરપકડ, રાઠોડે કહ્યું- જનતા ગેહલોતના પગ પર બાંધેલી પટ્ટીઓ ખોલશે

Team News Updates