News Updates
NATIONAL

માતાએ હેવાનિયતની હદ વટાવી, 9 વર્ષના પુત્રને શારીરિક સંબંધ બનાવવા કર્યો મજબુર, ના પાડવા પર આપ્યા ડામ

Spread the love

ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે કે એક માતા તેના પોતાના માસૂમ બાળકને જાતીય રીતે હેરાન કરશે અને તેની સાથે અકુદરતી સંબંધ બનાવી બળાત્કાર કરશે ? પરંતુ મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ બાળક પર એટલો ત્રાસ ગુજાર્યો કે તે આઘાતમાં સરી પડ્યો. હવે પાંચ વર્ષ બાદ બાળકની ડાયરી પિતાના હાથમાં આવી અને મામલો પ્રકાશમાં આવ્યો.

એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. આ મહિલાએ તેના પ્રેમી સાથે મળીને બાળક સાથે અકુદરતી સંબંધ બાધ્યા અને જ્યારે બાળકે વિરોધ કર્યો તો તેણે તેને માર માર્યો હતો. આ ઘટના લગભગ પાંચ વર્ષ પહેલા બની હતી. જો કે, હવે બાળકની ડાયરી દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પિતાએ પોલીસમાં કેસ દાખલ કર્યો છે.

ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે કે એક માતા તેના પોતાના માસૂમ બાળકને જાતીય રીતે હેરાન કરી અને તેની સાથે અકુદરતી સંબંધ બનાવી બળાત્કાર કરશે ? પરંતુ મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ બાળક પર એટલો ત્રાસ ગુજાર્યો કે તે આઘાતમાં સરી પડ્યો. હવે પાંચ વર્ષ બાદ બાળકની ડાયરી પિતાના હાથમાં આવી અને મામલો પ્રકાશમાં આવ્યો. પિતાની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે આરોપી માતા, તેના પ્રેમી અને તેની બહેન વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે આરોપી માતાની પણ ધરપકડ કરી છે. દરમિયાન તેના પ્રેમી અને બહેનની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો મુંબઈના પૂર્વ ઉપનગરનો છે. પોલીસને આપેલી ફરિયાદમાં બાળકના પિતાએ જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ જ તેમને પુત્રનો જન્મ થયો હતો. દીકરો માંડ ચાર-પાંચ વર્ષનો થયો ત્યારે તેની પત્ની તેનાથી અલગ રહેવા લાગી. તે પોતે ગુસ્સે થઈ ગયો અને મુંબઈ છોડીને પોતાના વતન ગામમાં રહેવા લાગ્યો.

આ દરમિયાન તેમને સમાચાર મળ્યા કે બાળકની હાલત ખૂબ જ ખરાબ છે, આ માહિતી પર તેઓ અહીં આવ્યા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો. આ દરમિયાન તેણે બાળકને વિશ્વાસમાં લીધો અને તેની બીમારીનું કારણ જાણવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ માતાના ત્રાસથી કંટાળીને બાળક હંમેશા ચૂપ રહ્યો. એટલામાં અમારા હાથમાં બાળકની ડાયરી આવી. જેમાં બાળકીએ તેની પર થયેલા અત્યાચારની આખી કહાની લખી હતી.

ડાયરીમાંથી શું જાણવા મળ્યું ?

ડાયરી વાંચીને બાળકોનો પિતા પોતે પણ સ્તબ્ધ થઈ ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. બાળકે પોતાની ડાયરીમાં લખ્યું છે કે જ્યારે તે ચોથા ધોરણમાં હતો ત્યારે તેની માતાનું એક પુરુષ સાથે અફેર હતું. બંને ઘણીવાર એકબીજા સાથે અકુદરતી સેક્સ કરતા હતા. આ દરમિયાન તેની માતા અને તેના પ્રેમીએ પણ તેના પર બળજબરીથી ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં, તેની માતાની બહેન પણ જ્યારે પણ તેને તક મળતી ત્યારે તેની સાથે કુદરતી અને અકુદરતી સંબંધ બનાવતી હતી.

જ્યારે પણ તે વિરોધ કરતો ત્યારે આરોપી તેને ગરમ ચીપીયાથી ડામ દેતા હતા. પીડિતના પિતાએ જણાવ્યું કે હાલમાં તેમનો પુત્ર 13 વર્ષનો છે, પરંતુ જ્યારે તેની સાથે આ પ્રકારનો ત્રાસ થયો ત્યારે તે માત્ર નવ વર્ષનો હતો. પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 377 (અકુદરતી સંબંધ) અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપી માતાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કર્યા બાદ તેના પ્રેમી અને બહેનની શોધ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.


Spread the love

Related posts

ભીંડમાં RSSની ઓફિસમાંથી પીન અટેચ બોમ્બ મળ્યો:SPએ કહ્યું- બોમ્બ 30 વર્ષ જૂનો, ફાયરિંગ રેન્જ વિસ્તારનો હોઈ શકે

Team News Updates

RAMNAVAMI 2024:જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર,રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ

Team News Updates

કેરળમાં ટૂરિસ્ટ બોટ પલટી, 21નાં મોત:મલપ્પુરમમાં દુર્ઘટના, મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ; રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Team News Updates