News Updates
NATIONAL

પંજાબના નાંગલની ફેક્ટરીમાં ગેસ લીકેજ:શાળાના 35 વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ઝપેટમાં આવ્યા, હોસ્પિટલમાં દાખલ; તંત્રએ સમગ્ર વિસ્તારને સીલ કર્યો

Spread the love

પંજાબ અને હિમાચલ બોર્ડર પર આવેલું નાંગલ શહેરમાં ગુરુવારે PACL ફેક્ટરીમાંથી ગેસ લીક ​​થયો હતો. ગેસ લીક ​​થવાને કારણે નાના બાળકો અને કેટલાક લોકોને ગળામાં દુખાવો અને માથાનો દુખાવો થયો હતો, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ નજીકની શાળાના 35 બાળકો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. તંત્રએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

સાવચેતીના પગલારૂપે શાળાના બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ નાંગલ પહોંચી રહ્યા છે. અન્ય વિભાગો અને આરોગ્ય વિભાગની ટીમોને પણ બોલાવવામાં આવી છે. જે જગ્યાએ ગેસ લીક ​​થયો હતો ત્યાં 300 થી 400 લોકો સતત હાજર હોય છે.

નાંગલમાં બે મોટી ફેક્ટરીઓ છે પ્રથમ PACL અને બીજી NFL. હાલમાં, ગેસ ક્યાંથી લીક થયો તેની પુષ્ટિ થઈ નથી.

જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર અકસ્માત
આ અકસ્માત રોપર જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર નાંગલમાં થયો હતો. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટ કરીને
અકસ્માતની જાણકારી આપી હતી.

તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું. જેમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિને જોતા વિસ્તારની તમામ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરી દેવામાં આવી છે. તે પોતે પણ ત્યાં પહોંચી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ગેસ લીકેજ થવાના કારણે નાના બાળકો અને કેટલાક લોકોને ગળામાં દુ:ખાવો, માથાનો દુખાવો વગેરેની તકલીફ થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

સુપ્રીમે કહ્યું- મતદારોને જાણવાનો અધિકાર છે, પાંચ જજોની SCની બેંચે નવેમ્બર 2023માં નિર્ણય અનામત રાખ્યો હતો

Team News Updates

દિલ્હી-NCRમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates

મણિપુર મામલે હોબાળા બાદ લોકસભા-રાજ્યસભા બપોર સુધી સ્થગિત:સરકારે કહ્યું- અમે આજે બપોરે 2 વાગ્યે ચર્ચા માટે તૈયાર છીએ, વિપક્ષ ભાગી રહ્યો છે

Team News Updates