News Updates
INTERNATIONAL

ગયાનાની ગર્લ્સ હોસ્ટેલમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીનીઓના મોત:દુર્ઘટના સમયે તમામ લોકો સૂતા હતા, ખરાબ હવામાનને કારણે બચાવમાં મુશ્કેલી થઈ

Spread the love

દક્ષિણ અમેરિકાના દેશ ગયાનામાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રવિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. AFPના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 20 વિદ્યાર્થીનીઓના મોત થયા છે. જોકે આ આંકડો વધી શકે છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આગ લાગવાનું કારણ હાલ બહાર આવ્યું નથી.

સ્થાનિક મીડિયા અનુસાર, મધ્ય ગયાનાના મહિદા શહેરમાં એક સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગી હતી. અકસ્માત સમયે વિદ્યાર્થીનીઓ સૂતી હતી. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણી વિદ્યાર્થિનીઓ અંદર ફસાયેલી છે.

અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ ખૂબ જ દર્દનાક અકસ્માત છેઃ રાષ્ટ્રપતિ
ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેને ભયાનક અને દર્દનાક અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અમે હોસ્ટેલમાં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

જાન્યુઆરી 2023માં એક શાળા આગથી નાશ પામી હતી
જાન્યુઆરી 2023માં, જ્યોર્જટાઉન શહેરમાં ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો. શાળા સંપૂર્ણ નાશ પામી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ જાણી જોઈને કોઈએ લગાવી હતી. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. સાથે જ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.


Spread the love

Related posts

કોકેઈનની લત વાળા કેનેડાના PM ટ્રુડો નીકળ્યા;વિમાનમાં cocaine ભરી આવ્યા હતા ભારત ! 

Team News Updates

100 લોકોના મોત ફૂટબોલ મેચ દરમિયાન હિંસા:પોલીસ સ્ટેશન પણ બાળીને ખાક કર્યું;બંને ટીમના ફેન્સ વચ્ચે મારામારી થઈ

Team News Updates

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીની મોતની મજાક ઉડી:પોલીસે કહ્યું- આની ઉંમર 26 વર્ષની છે, લિમિટેડ વેલ્યુ હતી; 11 હજાર ડોલર આપી દઈએ એટલે કામ થઈ જશે

Team News Updates