News Updates
RAJKOT

પાણીની સમસ્યામાંથી એક ઝાટકે છુટકારો:રાજકોટનો આજી-2 ડેમ છલકાયો, ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20થી વધુ ડેમમાં નવા પાણીની આવક

Spread the love

બિપરજોય વાવાઝોડાની અસરે ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જ્યારે આજી-2 ડેમ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણપણે ભરાઈ જતાં 4 જેટલા દરવાજા ખોલી હેઠવાસનાં ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે પડેલા વરસાદ દરમિયાન વૃક્ષો પડવા સિવાય ખાસ કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું અને આ વરસાદને કારણે જમીનના તળ ઉપર આવતાં જળસંકટ હળવું થવાનું મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું.

જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે
ફોકલ ઓફિસર અને અધીક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સંપૂર્ણ ભરાઈ ગયો હોવાથી ડેમના 4 દરવાજા 1.5 ફૂટે ખોલવામાં આવ્યા હતા, જે વધારીને 14 દરવાજા 1.5 ફૂટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં 2200 ક્યુસેકના પ્રવાહની આવક હોઈ, એમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. આ જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલ 68 મીટર છે, જેથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લાના ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે, જેમાં સૌથી વધુ વેણુ-2 ડેમમાં 5.81 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય જિલ્લાના કુલ 20 કરતાં વધુ ડેમમાં સારા વરસાદને કારણે પાણીની નવી આવક થઈ છે, જે પૈકી મુખ્ય ડેમોમાં થયેલી આવક આ પ્રમાણે છેઃ

  • વેણુ-2 ડેમ 5.81 ફૂટ
  • મોજ ડેમ 5.68 ફૂટ
  • આજી-3 ડેમ 4.20 ફૂટ
  • ન્યારી-2 ડેમ 2.30 ફૂટ
  • ડોંડી ડેમ 2.13 ફૂટ6
  • સોડવદર ડેમ 0.66 ફૂટ
  • ખોડાપીપર ડેમ 0.66 ફૂટ
  • ભાદર ડેમમાં 0.10 ફૂટ
  • ન્યારી-1 ડેમમાં 0.98 ફૂટ
  • આજી-2 ડેમમાં 0.07 ફૂટ

જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલો વરસાદ
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદમાં મોજ ડેમમાં 260 મિ.મી.,વેણું-2 ડેમમાં 220 મિ.મી., સોડવદર ડેમમાં 140 મિ.મી., ફોફળ ડેમમાં 167 મિ.મી., છાપરવાડી-1 ડેમમાં અને ન્યારી-1 ડેમમાં 95 મિ.મી., વેરી ડેમમાં 90 મિ.મી, ન્યારી-૨ ડેમમાં 85 મિ.મી., ડોંડી ડેમ, આજી-1 ડેમમાં અને આજી-3 ડેમમાં 80 મિ.મી, વાછપરી ડેમમાં 75 મિ.મી, લાલપરી ડેમમાં અને સુરવો ડેમમાં 70 મિ.મી, ભાદર ડેમમાં 65 મિ.મી, ભાદર-૨ ડેમમાં 60 મિ.મી, ફાડદંગબેટી ડેમ અને કરમાળ ડેમમાં 45 મિ.મી, છાપરવાડી-2 ડેમમાં 48, ઈશ્વરિયા ડેમમાં 40 મિ.મી., ખોડાપીપર ડેમમાં અને આજી-2 ડેમમાં 55 મિ.મી, કર્ણુકી ડેમમાં 32 મિ.મી વરસાદ થયો હોવાનું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.


Spread the love

Related posts

જેતપુરના બે શખ્સો સામે ફરિયાદ પશુ સેવક દ્વારા:ખંભાળિયા નજીક પીકઅપ વાનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પાંચ પશુઓ ઝબ્બે

Team News Updates

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભાદરવાના બફારામાં ખેલાડીઓએ પરસેવો પાડ્યો, ભારતની ટીમ સાંજે પ્રેક્ટિસ કરશે

Team News Updates