News Updates
BHAVNAGARGUJARAT

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Spread the love

ભાવનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા

યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્વિક સ્થાન મળ્યું છે – સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ

ભાવનગરમાં આજે વહેલી સવારે સિદસર સ્થિત સ્પોર્ટ્સ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

સાંસદશ્રી ડો. ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમા જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.

તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, કલેક્ટરશ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર, પોલીસ અધીક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વી.સી. શ્રી એમ.કે.ત્રિવેદી સ્થાનિક પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

“મતદાન કરીને જરૂર દેશભક્તિ અદા કરવી જોઈએ. હું અચૂક મતદાન કરીશ.” – શાળાની વિદ્યાર્થિની

Team News Updates

 40,00 રોપાઓનું વાવેતર કરાશે કોસ્ટલ હાઇવેની બંને બાજુ, રાજ્યમાં ટ્રી કવર વધારવા 200 કિમી લાંબા દ્વારકા-સોમનાથ

Team News Updates

ACમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી મધરાતે :GNLUના મહિલા પ્રોફેસરની વૃદ્ધ માતાનું ગૂંગળામણથી મોત,ગાંધીનગરના સરગાસણનાં ફ્લેટમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Team News Updates