સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ વિનુભાઈ ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ હરિસિંહ ડોડીયા, ભરતભાઈ નકુમ, વિજયભાઈ, ભરતભાઈ સોલંકી, રામસિંહ પુંજાભાઈ વાજા વિગેરે સ્ટાફ કાજલી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરી રહેલ હતાં એ દરમિયાન ભાવનગરના અલંગ મહુવાથી સોમનાથ દર્શન માટે આવેલ યાત્રિકોની બસના યાત્રાળુઓએ પોતાની ટ્રાવેલ્સ બસ ઉભી રાખી જણાવેલ કે અમારી સાથે આવેલ એક વૃદ્ધ દાદા ભૂપતભાઈ નાનજીભાઈ બારૈયા વહેલી સવારથી વિખૂટાં પડી ગયેલ છે જેમને સવારથી શોધીએ છીએ પણ મળતાં નથી. જેમની પાસે મોબાઈલ પણ નથી.
જેથી ટ્રાફિક કામગીરીમાં રહેલ ઉપરોકત તમામ પોલીસ તથા એસ.આર.ડી. સ્ટાફે હાઈવેની આજુ બાજુ આવેલ ખેતરાળ વિસ્તારમાં તપાસ કરતાં વર્ણન મુજબના સિનિયર સિટીઝન દાદા જોવા મળતા પુછપરછ કરતાં પોતે પોતાનું નામ ભૂપતભાઈ નાનજીભાઈ બારૈયા હોવાનું અને ભાવનગરના અલંગ મહુવાથી ટ્રાવેલ્સ બસમાં સોમનાથ દર્શન માટે આવેલ હોવાનું અને અજાણ્યો વિસ્તાર હોઈ રસ્તો ભૂલી જતાં પોતાની સાથેના યાત્રાળુઓથી વિખૂટાં પડી ગયેલાં હોવાનું જણાવેલ. જેથી તેમની શોધખોળ કરી રહેલ ટ્રાવેલ્સ બસના અન્ય યાત્રાળુઓ તથા તેમના સગા સંબંધીઓ પાસે લઈ જઈ ઓળખ કરાવતાં તેઓથી વિખૂટાં પડી ગયેલા જેમને શોધી રહેલ હતા એ જ દાદા ભૂપતભાઈ નાનજીભાઈ બારૈયા હોઈ જેની ખાતરી કરી હેમખેમ સુરક્ષિત તેઓના સગા સંબંધીઓને પરત સોપેલ હતા.સવારથી વિખૂટા પડી ગયેલ સિનિયર સિટીઝન દાદા બપોરે પોલીસની મદદથી હેમ ખેમ મળી આવતાં તેમના સગા સંબંધી તથા તેઓની સાથે આવેલ ટ્રાવેલ્સ બસના યાત્રિકોએ પોલીસનો આભાર વ્યકત કરેલ હતો.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)