News Updates
VADODARA

10 કિમી સુધી ટ્રાફિકજામ:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, વાહનચાલકો અટવાયા

Spread the love

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બામણગામ પાસે બ્રિજ ઉપર કન્ટેનરના ટાયર નીકળી જતાં કન્ટેનર પલટી ખાઈ ગયું છે, જેને પગલે વડોદરાથી કરજણનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી બામણગામ પાસે 10 કિલોમીટરનો ટ્રાફિકજામ થઈ ગયો છે અને વાહનચાલકો હાઇવે પર અટવાઇ ગયા છે.

કન્ટેનરનાં ટાયર નીકળતાં પલટી ખાઈ ગયું
આજે સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનરનાં ટાયર અચાનક જ નીકળી જતાં કન્ટેનર બામણગામ પાસેના બ્રિજ પર જ પલટી ખાઈ ગયું હતું, જેને કારણે કન્ટેનરનાં કેટલાંક ટાયરો નીકળીને હાઈવે પર પડ્યાં હતાં, જ્યારે કેટલાંક ટાયર નીકળીને નીચે નાળામાં જઈને પડ્યાં હતાં. કન્ટેનર પલટી જતાં વરસાડાથી લઈને બામણગામ સુધી ટ્રાફિક જોવા મળ્યો છે અને જેના કારણે વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

એક તરફનો આખો બ્રિજ બ્લોક થયો
બ્રિજની વચ્ચોવચ કન્ટેનર પલટી ખાઈ ગયું હોવાથી એક તરફનો આખો બ્રિજ બ્લોક થઈ ગયો છે અને વાહન તો ઠીક, માણસ ચાલતા પણ ન જઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને પગલે એક તરફનો હાઇવે બ્લોક કરી દેવાની ફરજ પડી છે અને એક તરફથી વાહનોની અવરજવર કરવામાં આવી રહી છે. જેને કારણે ટ્રાફિકજામ થઈ ગયો છે.

ચોમાસામાં આ બ્રિજ પર ટ્રાફિકજામ થાય છે
બામણગામ પાસે આવેલા આ બ્રિજ પર ચોમાસા દરમિયાન રસ્તો ખરાબ થઈ જતાં અવારનવાર ટ્રાફિકજામ થઈ જતો હોય છે, જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આજે કન્ટેનર પલટી ખાઈ જતાં વાહનચાલકો ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.


Spread the love

Related posts

શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી:વડોદરાના દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર મોડી રાત્રે જનરેટર મૂકેલો ટેમ્પો પલટી જતા અફરા-તફરી

Team News Updates

વડોદરા મહાનગર સેવા સદન જાગ્યું:VMC દ્વારા ફ્લાયઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ, પોલીસ વિભાગને ગુના ઉકેલવામાં ફાયદો

Team News Updates

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates