News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથ ૧૦૮ની ટીમે સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

Spread the love

ઘૂસિયા ગામના મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આશાવર્કરે કર્યો હતો સંપર્ક, ૧૦૮ની ત્વરીત કામગીરી

તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૦૬.૦૮.૨૦૨ના બપોરના દોઢ કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેના ગામમાં રહેતા આશાવર્કરે 108નો સંપર્ક કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ સોમનાથ 108ની ટીમ ઈ.એમ.ટી. રમેશ બામણીયા અને પાયલોટ સંદીપ ભાઈ કાછેલા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.


પ્રસુતિનો દુ:ખાવો અસહ્ય હોવાથી 108ના ઈ.એમ.ટી. રમેશભાઈ બામણીયાએ તત્કાલીન અમદાવાદ ખાતેના ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ફિઝિશિયનનું ઓન કોલ માર્ગદર્શન મેળવી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. આવી રીતે 108ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયને અમદાવાદ ખાતેના ૧૦૮ ના ડોક્ટર સાથે સતત સંપર્કમાં રહી ઘટનાસ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા તથા બાળકનો જીવ બચાવ્યો હતો અને બન્નેને વધુ સારવાર અર્થે નજીકની તાલાલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
આવી રીતે ઘટનાસ્થળ પર જ જોખમરહિત સફળતાપૂર્વક પ્રસુતિ થતા દીકરાનો જન્મ‌ થયેલ જેથી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે 108ના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો‌ હતો. આમ ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ દિપક દ્રાણા અને પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણે પણ ટીમને શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ જશો આંધળા

Team News Updates

ગુજરાત પર અસર ઓડિશાના ડિપ્રેશનની:40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે,દ.ગુજરાતમાં ઓરેન્જ તો પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

Team News Updates

તમારા યુરિનનો રંગ શું સંકેત આપે છે ? જાણો તમને કોઇ બીમારી તો નથી ને

Team News Updates