News Updates
SURAT

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV:હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 14 લાખની લૂંટ ચલાવી, શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

Spread the love

સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઇ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વો કાયદો-વ્યવસ્થાને ચેલેન્જ કરતા હોય તેમ સરેઆમ ધોળા-દિવસે બંદૂકની અણીએ બેંકમાં લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિના ગ્રાફથી પોલીસની શાખ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓ બંદૂક સાથે બેંકમાં ઘુસે છે. બેંકનો સ્ટાફ કઇ સમજે તે પહેલા જ ફિલ્મી ઢબે આતંક મચાવી બેંકમાંથી આશરે 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ
ફિલ્મોમાં બતાવવામાં આવતી લૂંટને આ બેફામ અપરાધીઓએ હકિકત બનાવી દીધી છે. બે બાઇક પર પાંચ લૂંટારૂઓ આવે છે. જેમાંથી ચાર લૂંટારૂઓ હેલ્મેટ પહેરી જ્યારે એક લૂંટારૂ મોઢે બુકાની પહેરીને બેંકમાં પ્રવેશે છે. બેંકમાં ઘુસ્તાની સાથે જ આ બેફામ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહક અને કર્મચારીઓને એક બાજુ બંધક બનાવી બેંકમાંથી બિન્દાસ્ત 13થી 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ
5 આરોપીઓ બેંકમાંથી લૂંટ કરી ફરાર તો થઇ જાય છે પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના આ કાળા કારનામા બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. બેંકમાં પ્રવેશ્યા, કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાયા અને લૂંટ ચલાવી આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટ થતા શહેરની કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. સાથે જ સુરત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લૂંટના બનાવની જાણ થતા જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
લૂંટના સ્થળે પહોંચેલા એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 11:30 વાગ્યાની આસપાસ બે બાઇક પર આવેલા પાંચ લોકોએ બેંકમાં ઘુસીને લૂંટ ચલાવી છે. જેમાં ચાર હેલ્મેટ પહેરેલા અને એક શખ્સે મોઢે બુકાની બાંધી બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી 14 લાખની આસપાસની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને લઇને હાલમાં પોલીસ દ્વારા સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તથા સુરત જિલ્લામાં પણ તમામ જગ્યાએ પોલીસની ટીમો ચેકિંગ કરી રહી છે. આ સાથે આરોપીઓને ઝડપવા સીસીટીવી અને મોબાઇલ સર્વેલન્સની પણ મદદ લેવાઇ રહી છે.


Spread the love

Related posts

સુરતના બ્રિજ પર બનાવવામાં આવ્યા ઈન્ડિયન આર્મીના મિશનના પેઈન્ટિંગ

Team News Updates

Surat થી Ayodhya નું વેઈટિંગ લિસ્ટ 4 મહિનાનું 

Team News Updates

સુરતના નકલી શાહરૂખને 20 વર્ષની સજા:17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, સોશિયલ મીડિયામાં રિલ્સ-ફોટા મૂકી ફેમસ થયો

Team News Updates