સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયુ છે. ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12 લાખ 1 હજાર ગુણીની ડાંગરની આવક થઇ છે. ઓલપાડ તાલુકામાં 50 હજાર વિઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ હતું.
સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયુ છે. ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12 લાખ 1 હજાર ગુણીની ડાંગરની આવક થઇ છે. ઓલપાડ તાલુકામાં 50 હજાર વિઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ હતું. ગત વર્ષની સરખામણીમાં આ વખતે 15 થી 20 ટકા વધુ ઉત્પાદન થયું. સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકની ભરપૂર આવક થઇ છે. સિંચાઈનું પાણી અવિરત મળતા ડાંગરના ઉત્પાદનમાં વધારો થયો છે.
બીજી તરફ રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ છે. ચોમાસાના આગોતરા પાકનું વાવણી કરવા માટે ભાદર – 2 પાણીને છોડવામાં આવ્યુ છે. સોયાબીન, તુવેર સહિતના પાકની વાવણીમાં લાભ થઈ શકે છે.