News Updates
SURAT

SURAT:દારૂની હેરાફેરી કિન્નરનો વેશ ધારણ કરીને: 3 લાખના મુદ્દામાલ સાથે 5ને ઝડપ્યા, ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ સમયે PCBની રેડ

Spread the love

સુરતમાં કિન્નરનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરનાર 5 આરોપીની ધરપકડ થઈ છે. સુરતના નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર કેટલાક શખસો ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ કરતા હતા. આ દરમિયાન PCB પોલીસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી રીક્ષા ચાલક અભય તીર્થરાજ સિંગ, કિન્નરનો વેશ ધારણ કરનાર જેનીશ જગદીશ ભાવનગરી, અકબર અહેસાન શેખ તેમજ મોપેડ લઈને દારૂ લેવા આવેલા પ્રશાંત રાકેશભાઈ કહાર અને ગુંજન જીતુભાઈ કહારને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી રીક્ષા, બે મોપેડ, 31,80 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, 6 મોબાઈલ ફોન વગેરે મળી કુલ 3,15,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં કોઈને શંકા ના જાય તે માટે કિન્નરનો વેશ ધારણ કરી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Spread the love

Related posts

SURATમાં બનતું હતું DUPLICATE શેમ્પુ અને વિમલ પાન-મસાલા

Team News Updates

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Team News Updates

બીજા માળેથી પડ્યો ફોનમાં તલ્લીન યુવક:સુરતમાં યુવક પત્ની સાથે ફોન પર વાત કરતા કરતા બીજા માળે પટકાતા મૃત્યુ નીપજ્યું

Team News Updates