News Updates
INTERNATIONAL

યુરોપનો સૌથી એક્ટિવ જ્વાળામુખી માઉન્ટ એટના ફાટ્યો:અનેક કિમી સુધી રાખ ફેલાઈ, એરપોર્ટ બંધ; સાયકલ-બાઈકના ઉપયોગ પર પ્રતિબંધ

Spread the love

ઇટાલીનો માઉન્ટ એટના જ્વાળામુખી, જે યુરોપનો સૌથી ઊંચો અને સૌથી વધુ સક્રિય છે, ફરી એકવાર ફાટી નીકળ્યો છે. તેમાંથી નીકળતી રાખ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. જેના કારણે સિસિલી શહેરનું કેટેનિયા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં આવતી ફ્લાઈટ્સ કાં તો રદ કરવામાં આવી છે અથવા તો ડાયવર્ટ કરવામાં આવી છે.

આ સિવાય રસ્તાઓ પર પડેલી રાખને કારણે પ્રશાસને 48 કલાક માટે મોટરસાઈકલ અને સાઈકલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કારનો ઉપયોગ કરતા લોકોને વધુમાં વધુ 30 કિમી પ્રતિ કલાકની ઝડપ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોને પ્રતિબંધો હટ્યા પછી પણ સ્ટેટસ ચેક કર્યા પછી જ એરપોર્ટ માટે રવાના થવાની સલાહ આપવામાં આવી છે.

ગયા અઠવાડિયે જ જ્વાળામુખીમાંથી ગેસના રિંગ્સ બહાર આવવા લાગ્યા
ગયા અઠવાડિયે શરૂઆતમાં, જ્વાળામુખી ફાટવાના સંકેતો હતા, જ્યારે એટનામાંથી ગેસના રિંગ્સ બહાર આવવા લાગ્યા હતા. એટના એ યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી છે, જે છેલ્લે મેના છેલ્લા સપ્તાહમાં ફાટી નીકળ્યો હતો. ત્યારે પણ મોટાભાગના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોના મતે, તે સમયે માઉન્ટ એટનાનો ઉત્તર-પૂર્વ ક્રેટર છેલ્લા 40 વર્ષોમાં સૌથી વધુ હતો.


Spread the love

Related posts

 300 લોકોના મોત બાદ વાયનાડને ભૂસ્ખલનની ઘટનામાં  ગ્રીન પ્રોટેક્શન

Team News Updates

Singapore જતી ક્રૂઝમાંથી ગુમ થયેલી ભારતીય મહિલાનું મોત, પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી

Team News Updates

ભારતીયો ફ્રાન્સમાં પણ UPI નો ઉપયોગ કરી શકાશે:PM મોદી એફિલ ટાવરથી શરૂઆત કરશે, તેમને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું

Team News Updates