News Updates
NATIONAL

વિટામિન A,B12,C,D,E જ નહીં Vitamin P પણ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

Spread the love

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામિન્સ (Vitamin P) હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામિન્સના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે વિટામિન P વિશે જાણો છો?

સ્વસ્થ રહેવામાં વિટામિન્સ મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિનની ઉણપને સંતુલિત આહાર દ્વારા દૂર કરી શકાય છે. જો શરીરમાં કોઈ વિટામીનની ઉણપ છે, તો તે તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી શકે છે. તમે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ‘વિટામિન પી’ (Vitamin P)વિશે સાંભળ્યું છે અને આ વિટામિનની ઉણપથી શું સમસ્યાઓ થાય છે અને તેના શું ફાયદા છે.

આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે તમારા આહારમાં કયા ખોરાકનો સમાવેશ કરીને તમે આ વિટામિનની ઉણપને પૂરી કરી શકો છો. વિટામિન પી એક પ્રકારના ફ્લેવોનોઈડ તરીકે ઓળખાય છે. તેમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તેની ઉણપને કારણે અનેક પ્રકારની બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે. તેથી, તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને, તમે તેની ઉણપને પૂરી કરી શકો છો.

ખાટ્ટા ફળો

વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ખાટાં ફળોને તમારા આહારનો ભાગ બનાવો. નારંગી, દ્રાક્ષ અને લીંબુ જેવા ફળોમાં ફ્લેવોનોઈડ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં કેટેચિન જોવા મળે છે, જે એક પ્રકારનો ફ્લેવોનોઈડ છે, જે વજન ઘટાડવાથી લઈને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે, તેથી વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ગ્રીન ટીને દિનચર્યામાં સામેલ કરો.

શાકભાજી

પાલક, બ્રોકોલી જેવી શાકભાજીમાં પણ ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

બેરી

જો તમે વિટામીન P ની ઉણપને પૂરી કરવા માંગો છો તો બ્લુબેરી, રાસ્પબેરી, બ્લેક બેરી અને સ્ટ્રોબેરી વગેરેને તમારા આહારનો ભાગ બનાવો. આ સિવાય સફરજન પણ એક ઉત્તમ વિકલ્પ છે.

ડાર્ક ચોકલેટ

ચોકલેટ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ ડાર્ક ચોકલેટ તમામ લોકો ખાતા નથી. ડાર્ક ચોકલેટમાં કેટેચિન હોય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)


Spread the love

Related posts

દિગ્ગજ ક્રિકેટરની નજર સતત બીજી વખત HCA પ્રમુખ બનવા પર, ભ્રષ્ટાચારનો અંત લાવવાનો હેતુ

Team News Updates

રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

Team News Updates

ગાંધીનગર/ GPSCની ઓફિસમાં આગ:ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગતા અફરાતફરી મચી, હસમુખ પટેલે કહ્યું- સ્ટ્રોંગ રૂમમાં પેપર સહિતની તમામ વસ્તુ સલામત છે

Team News Updates