ભાજપે સોમવારે સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હકીકતમાં 6 મેના રોજ સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં રેલી કરી હતી. કર્ણાટકમાં સોનિયાની આ પહેલી અને છેલ્લી રેલી હતી.
રેલી પૂરી થયા પછી, કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કર્યું – કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) ચેરપર્સન સોનિયા ગાંધીનો કર્ણાટકના 6.5 કરોડ લોકોને મજબૂત સંદેશ. કોંગ્રેસ કર્ણાટકની વિશ્વસનિયતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને ક્યારેય આંચ આવવા દેશે નહીં.
આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ અને પાર્ટીના નેતા અનિલ બલુનીના નેતૃત્વમાં બીજેપીનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ચૂંટણી પંચને મળ્યું અને સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવાની માગ કરી. પાર્ટીના નેતા તરુણ ચુગે કહ્યું- સાર્વભૌમ એક રાષ્ટ્ર હોય છે, રાજ્ય નથી.
સોનિયા ગાંધીએ સાર્વભૌમત્વની વાત કરીને દેશના બંધારણનું અપમાન કર્યું છે. અમે ચૂંટણી પંચને તેમની સામે FIR નોંધવા નિર્દેશ આપવાની માગ કરી છે. સોનિયા ગાંધીએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ.
PMએ કહ્યું હતું- કોંગ્રેસ કર્ણાટકને ભારતથી અલગ કરવાની વકાલત કરી રહી છે
આ ચૂંટણીમાં હવે કોંગ્રેસના રાજવી પરિવારે કહ્યું છે કે તેઓ કર્ણાટકની સાર્વભૌમત્વની રક્ષા કરવા માંગે છે. કર્ણાટકનું overeignty એટલે કે સાર્વભૌમત્વ. જ્યારે કોઈ દેશ સ્વતંત્ર થાય છે ત્યારે તેને સાર્વભૌમ રાષ્ટ્ર કહેવામાં આવે છે. મતલબ કે કોંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની હિમાયત કરી રહી છે. કોંગ્રેસમાં ટુકડે-ટુકડે ગેંગનો રોગ આટલો ઊપર પહોંચશે એવું મેં વિચાર્યું નહોતું.
કોંગ્રેસ પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વાત શેર કરી હતી..
રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી, પ્રિયંકા ગાંધીએ વિજયનગરમાં રોડ શો કર્યો
કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રિયંકા ગાંધી વિજયનગરમાં રોડ શો કર્યો છે, તે પૂરો થતાં જ પ્રિયંકાનું ચૂંટણી પ્રચાર અભિયાન સમાપ્ત થશે. જ્યારે રાહુલ ગાંધીએ વર્કિંગ વુમન સાથે બસમાં મુસાફરી કરી હતી અને બસ સ્ટોપ પર કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને સેલ્ફી લીધી હતી.
કોંગ્રેસે TSPSC પેપર લીકની CBI તપાસની માંગ કરી છે
કોંગ્રેસના સાંસદ એ રેવન્ત રેડ્ડીએ પહેલાથી જ TSPSC પેપર લીક કેસમાં રાજ્યમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું છે. રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દેશ અને તેલંગાણાના યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેલંગાણા પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) TSPSC પેપર લીક કેસની તપાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે.
આ સિવાય રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન બાદ તેલંગાણામાં પદયાત્રા કરી હતી.જ્યારે, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP) નેતા મલ્લુ ભાટી વિક્રમાર્ક છેલ્લા 50 દિવસથી પદયાત્રા કરી રહ્યા છે.
આ સિવાય રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન બાદ તેલંગાણામાં પદયાત્રા કરી હતી.જ્યારે, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP) નેતા મલ્લુ ભાટી વિક્રમાર્ક છેલ્લા 50 દિવસથી પદયાત્રા કરી રહ્યા છે.
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી રવિવારે બેંગલુરુ પહોંચ્યા હતા. રાહુલે અનેકલ અને પુલકેશી નગરમાં સભાને સંબોધી હતી, જ્યારે પ્રિયંકાએ પહેલા મૂડબિદ્રીમાં રેલી કરી અને પછી મહાદેવ પુરા અને બેંગ્લોર સાઉથમાં રોડ શો કર્યો હતો.
SSC બોર્ડ પેપર લીક કેસમાં તેલંગાણા ભાજપના અધ્યક્ષની ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
તેલંગાણા એસએસસી બોર્ડ પેપર લીક કેસમાં કોર્ટે બીજેપી અધ્યક્ષ બંદી સંજય કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ અડધી રાત્રે કરીમનગર સ્થિત તેના ઘરે પહોંચી અને તેને કારમાં લઈ ગઈ. આ દરમિયાન ભાજપ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. ભાજપે આ ધરપકડને ગેરકાયદે ગણાવી હતી અને કહ્યું હતું કે તે ધરપકડ સામે હાઈકોર્ટમાં જશે.