શેરબજારમાં કડાકાથી 3 લાખ કરોડનું થયું ધોવાણ

0
133

શેર બજારમાં આજે મોટો કડાકો બોલી ગયો છે. કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં સાધારણ વધારો થયો હતો પરંતુ કારોબારના અંતમાં શેર બજારમાં હડકંપ મચી ગયો હતો. લગભગ 20 દિવસોમાં શેર બજારમાં આજે સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1,066.33 અંકનો કડાકો બોલાયો હતો. 41 હજારની સપાટી નજીક પહોંચ્યા બાદ સેન્સેક્સ 39,728 ના સ્તરે પહોંચી ગયો હતો. તો નિફ્ટીમાં 302 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 
 
 
શેર બજારમાં થયેલી ઊથલપાથળથી રોકાણકારોનાં લગભગ 3 લાખ કરોડ ધોવાઈ ગયા હતા. બુધવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1,60,56,605.84 કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને 1,57,65,742.89 કરોડ રૂપિયા થયું છે. આજના કારોબારમાં IT શેરોમાં જોરદાર વેચાવલી જોવા મળી હતી.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here