News Updates
GUJARAT

અકસ્માતમાં પાંચ લોકોનાં મોત:બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં મરણચીસો ગુંજી ઊઠી, કારના ફુરચેફુરચા નીકળી ગયા; ભરૂચના હાંસોટ તાલુકાની ઘટના

Spread the love

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

4 મહિલા અને 1 પુરુષના મોત
ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલા અને એક પુરુષ મહિલા પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

અકસ્માતગ્રસ્ત બંને કારની વિગત
ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે તેમાં GJ16 DG 8381 નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે GJ06 FQ 7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.


Spread the love

Related posts

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં મગફળી અને તુવેરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Team News Updates

સેવાકીય પ્રવૃત્તિ રણમાં: રણ વિસ્તારમાં પાણીની 100 ટાંકીઓનું વિતરણ કરાયું,  ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે પરિવારોને 

Team News Updates