News Updates
GUJARAT

સેવાકીય પ્રવૃત્તિ રણમાં: રણ વિસ્તારમાં પાણીની 100 ટાંકીઓનું વિતરણ કરાયું,  ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે પરિવારોને 

Spread the love

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ગરમી એ માઝા મુકી છે અંગ દઝાડતી બળબળતી ગરમીમાં લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે ત્યારે શંખેશ્વર તિર્થમા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ સહિત તેમની સમગ્ર ટીમ પાટણ પંથકના રણ વિસ્તારમાં 45 ડિગ્રી ગરમી વચ્ચે રણ વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારજનોની પાણીના સંગ્રહ માટે અમેરિકાના હ્યુસ્ટનના દાતા પરિવારના સહયોગ થી 100 જેટલી પાણીની ટાંકીઓ અર્પણ કરી હતી. જેથી રણ વિસ્તારમાં રહેતા પરિવારજનોએ જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ સહિત સમગ્ર ટીમનો આભાર કરી તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

સામાન્ય ઉનાળાની ગરમીમાં લોકો ને રણમાં જવાનો વિચાર જ પાછા પાડી દેતા હોય છે ત્યારે જન મંગલ સેવા ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ અને તેમની સમગ્ર ટીમ 45 ડિગ્રી તાપમાન વચ્ચે ધોમધખતા તાપમાં પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા મળે એવું કાર્ય કરવા માટે અવાર નવાર તત્પરતા દાખવી રણ વિસ્તારમાં રહેતા પરિવારોને મદદરૂપ બનવા પહોચતા હોય છે ત્યારે રણનાં અગરિયાઓ વચ્ચે આવી અસહ્ય ગરમી મા પાણીની ટાંકી વિતરણ કરવા માટે ની આ સફર જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ માટે અનોખી રહી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિ વિશે જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે, પોતાની સતત મુસાફરી સાથે હજી તો મુંબઈ જઇને ઘેર આવી છું ત્યાં જ પાણીની100 ટાંકીઓ લઈને વૈશાખની આવી આગ ઓકતી ગરમીમાં રણમાં જવાનું થયું.

આ ભગીરથ સેવા કાર્યનાં સૂત્રધાર અને પ્રણેતા નીરુબેન કીર્તિભાઈ શાહે મને મારા જીવનમાં મળેલ એક અનુપમ વ્યક્તિત્વ અને એમની સાથેનો મારો આત્મીયતા અને ઘનિષ્ઠતા નો નાતો એટલી હદે કે હું કોઇપણ કામ લઇને એમની પાસે જાઉં કે મારા પ્રત્યેક વિચારને ઉત્સાહથી વધાવી લે અને ખભે હાથ મૂકીને અડીખમ સાથે ઉભા રહે. એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન ( યુ. એસ. એ) નાં સહયોગ થકી અમે રણમાં 100 ટાંકીઓનું વિતરણ કર્યું.

રણમાં વસતાં અગરિયાઓની વચ્ચે જવાનો અવસર મળ્યો. આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું જોવા ન મળે ત્યાં અમારી ટીમ પહોચી અને અહીંની સૌથી મોટી સમસ્યા એટલે પાણી. પાણીનો સંચય કેવી રીતે કરવો? મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકીઓ બહુ મોટો આશીર્વાદ બની ગઈ.પાણીની ટાંકી મળતા અગરીયા પરિવાર ના ચહેરા પરની ખુશી અને આનંદ છલકતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની તેઓને અનુભુતિ કરાવતા હતા.


Spread the love

Related posts

Hyundai:પાર્ટ્સ બદલી આપશે કંપની ફ્રીમાં, ખામીને કારણે રિકોલ કરવામાં આવી બેટરી કંટ્રોલ યુનિટમાં

Team News Updates

30 પછી રહેવું હોય સ્વસ્થ, તો મહિલાઓ જરૂર કરાવે આ ટેસ્ટ

Team News Updates

ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો:દેશમાં દર કલાકે થાય છે 53 અકસ્માત, કાર-બાઈક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Team News Updates