News Updates
GUJARAT

વજન ઘટાડવા માટે ઉનાળામાં આ 7 ફળ ખાવાનું કરો શરૂ, ઓગળવા લાગશે પેટની ચરબી, ઝડપથી થઈ જશો પાતળા

Spread the love

વજન વધારો કોઈને પણ પરેશાન કરી શકે છે. જેઓ વજન ઘટાડવાથી ચિંતિત છે અને ઝડપથી ચરબી ઓછી કરવા માંગે છે, ઉનાળાની ઋતુ આવવાની છે અને આ ઋતુમાં બજારમાં કેટલાક અસરકારક ફળો ઉપલબ્ધ છે જેનું સેવન ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. અહીં અમે એવા જ કેટલાક ફળોની યાદી આપી રહ્યા છીએ જે ઉનાળામાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આ ઋતુમાં ખાસ કરીને એવા ફળોનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક તો આપે જ છે સાથે સાથે ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે. આજકાલ મોટાભાગના લોકો વજન વધારાથી પરેશાન છે. ચરબીનું પ્રમાણ વધવાથી ઘણી બીમારીઓ થાય છે અને તમારા વ્યક્તિત્વને પણ બગાડી શકે છે. પેટની ચરબી ઘટાડવાના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે, નહીં તો તે રોગોનું ઘર બની જશે.

ઉનાળાની ઋતુ આવવાની છે અને આ ઋતુમાં બજારમાં કેટલાક અસરકારક ફળો ઉપલબ્ધ છે જેનું સેવન ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. અહીં અમે એવા જ કેટલાક ફળોની યાદી આપી રહ્યા છીએ જે ઉનાળામાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે, જે તમને ઉનાળામાં હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં લાઇકોપીન હોય છે જે ફેટ ઓછું કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

લીંબુ પાણી અથવા લીંબુનું શરબત ઉનાળામાં એક સારૂ પીણું છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે મેટાબોલિજ્મને વધારવામાં મદદ કરે છે અને ચરબી ઓછી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

નારંગીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી હોય છે. આ બંને તત્વો મેટાબોલિજ્મને સુધારવામાં અને ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.

પપૈયા અન્ય એક સારૂ ફળ છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને મેટાબોલિજ્મને તેજ કરે છે.

બેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે. આ ન માત્ર ચરબી ઘટાડવામાં મદદ કરે છે પરંતુ ભૂખને પણ નિયંત્રિત કરે છે.

પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે અને ચરબી ઓછી કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.

શક્કરટેટી વિટામિન A અને C થી ભરપૂર હોય છે અને તેની ઓછી કેલરી સામગ્રી તેને વજન ઘટાડવા માટે એક આદર્શ ફળ બનાવે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો


Spread the love

Related posts

patan:પરિવાર માતાના મઢથી દર્શન કરીને પરત ફરતાં ઇક્કો અને ટેન્કર ભટકાતા ત્રણના મોત,8 ઇજાગ્રસ્ત

Team News Updates

Panchmahal:દુર્ઘટના બને તો જવાબદાર કોણ?મોતની મુસાફરી કરતા મુસાફરો,પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

Team News Updates

નદીમાં પ્રદૂષણ:વિશ્વ પર્યાવરણ દિવસે જ અંકલેશ્વરના ઉછાલી ગામની અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મોત

Team News Updates